શહેરને સ્વછ રાખવું એ આપણી સૌની ફરજ છે:જિગીષાબેન ભટ્ટ (નગરપાલિકા પ્રમુખ )

0
273

રાજપીપળા નગરમાં ચોમાસા ટાણે ગંદકી કરનારા લોકો સામે પાલિકાએ દંડ વસુલ કરવો જોઈએ

રાજપીપળા: રાજપીપળા શહેર માં લાંબા સમય થી કોઈ મોટો રોગચાળો જોવા મળ્યો નથી ત્યારે હાલ શરૂ થયેલી વરસાદ ની ઋતુ માં આપણા શહેર ને કેે શહેર ની ખુલ્લી ગટરો માં આડેધડ કચરો ન નાખી સફાઈ કામદાર ને આપવા હજુ અમુક વિસ્તાર ના લોકો ટેવાયા નથી એમ લાગી રહ્યું છે પરંતુ આપણા ઘરો પાસે ની ગંદકી જ આપડી બીમારી નું કારણ બને છે માટે શહેર ને સ્વછ રાખવું એ સૌની ફરજ હોય પાલિકા કર્મચારીઓ પર દોષ નો ટોપલો નાખતા પેહલા ખુદ જાગૃત થવું જોઈએ નહીતો રોગચાળા માટે આપણેજ જવાબદાર બનીશુ

હાલમાંજ રાજપીપળાની જૂની પોલીસ ચોકી પાસે ની ગટર બાબતે પાલિકામાં ફરિયાદ જતા ખુદ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ સફાઈ ટિમ સાથે ત્યાં પોહ્ચ્યા અને સફાઈ કરાવતાજ ગટરમાથી લગભગ ચોવીસ બાટલો અને અસંખ્ય કોથળીઓ અંદર થી નીકળી હતી ત્યારે લોકો દ્વારાજ ગટરોમાં નંખાયેલા આ કચરા થી ગટર ચોકઅપ થયા નું જાણવા મળ્યું એ કોની ભૂલ નું પરિણામ છે…? આપણે ગટરો મા કચરો નાખીને પાલિકા ની કામગીરી પર સવાલ કરીયે એ કેટલા અંશે વ્યાજબી ગણાય શહેર ને સ્વછ રાખવું આપણી સૌની ફરજ હોય માટે દરેક વિસ્તાર માં લોકોએ જાગૃત થઈ આ માટે તકેદારી રાખવી જોઈએ અને બીજાને પણ ગંદકી કરતા અટકાવવા જોઈયે, જોકે મોટા શહેરો ની જેમ પાલિકાએ પણ ગંદકી કરતા તત્વો સામે લાલ આંખ કરી દંડ વસુલ કરવો જોઈએ એવું પણ કેટલાક જાગૃત લોકોનું માનવું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY