પોતાની પારીમાં ૧૨ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા
લંડન,તા.૨૮
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર માર્ટીન ગુપ્તિલે ટી૨૦ બ્લાસ્ટ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારી ઈતિહાસ રચી દિધો છે. માર્ટિન ગુપ્તિલે ૩૫ બોલમાં સદી ફટકારી ફટકારી પોતાની ટીમ વાર્સસ્ટરશાયરને જીત અપાવી. ગુપ્તિલની આ સદી ટી૨૦ ક્રિકેટમાં ચોથી સૌથી ઝડપી સદી છે.
ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્તિલ હાલમાં ઈંગ્લેન્ડમાં ટી-૨૦ બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. તેણે શુક્રવારે રાત્રે પોતાની ટીમ વોટરસેસ્ટશાયર તરફથી રમીને ૩૫ બોલમાં તોફાની સદી ફટકારી છે. ગુપ્તિલ ૧૧મી ઓવરમાં જ આઉટ થઈ ગયો નહીં તો અન્ય કોઈ મોટો રેકોર્ડ પણ તેના નામે હોત. તેણે પોતાની પારીમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા.
વિસ્ફોટક ઈનિંગની મદદથી તેમની ટીમ વોરસેસ્ટશાયરે નોર્થપંટશાયર દ્વારા આપવામાં આવેલા ૧૮૮ રનોના લક્ષ્યને ૧૩.૧ ઓવરમાં જ પુરો કરી દીધો, અને મેચ ૯ વિકેટથી જીતી લીધી.
ટી-૨૦ની ચોથી સૌથી ફાસ્ટ સદી ફટકારી છે. આ ટી-૨૦ની ચોથી સૌથી ફાસ્ટ સદી છે. સૌથી ફાસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલ (૩૦ બોલ)ના નામે છે, ત્યારબાદ બીજા નંબર રિષભ પંત(૩૨ બોલમાં), એંડ્રયુ સાયમંડ્સ (૩૪ બોલમાં), જ્યારે ચોથા નંબર પર ડેવિડ મિલર, રોહિત શર્મા અને હવે માર્ટિન ગુપ્તિલ આવે છે. આ ચાર લોકોએ ૩૫ બોલમાં ટી-૨૦માં સદી ફટકારી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


