કાનપુર,તા.૨૮
હાર્ટના દર્દીઓ માટે અળસી ફાયદાકારક હોય છે એવું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે, પણ લખનઊની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ફિઝિયોલોજી વિભાગ ના ડો. નરસિંહ વર્માએ કાનપુરના કેમિકલ એંજીનિયર ક્ષિતિજ ભારદ્વાજ સાથે મળીને એક એવું તેલ તૈયાર કર્યું છે જે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
આશરે ૪ વર્ષના રિસર્ચ બાદ આ તેલ તૈયાર કરવામાં આવ્યું છે. અળસીમાં ઓમેગા ૩ ફેટી એસિડ્સ હોય છે અને એમાંથી કાઢવામાં આવેલા તેલનો પ્રયોગ ૩૦૦ દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. કેટલાક દર્દીઓને તો દવા પણ લેવાની જરૂર પડી નહોતી. આથી હવે તેમણે આ તેલનો પેટન્ટ લેવા માટે અરજી કરી છે. અળસીનું તેલ કાઢવા માટેનો પ્લાન્ટ હવે ઉત્તર પ્રદેશના અમેઠીમાં લગાવવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


