ગાંધીનગર,તા.૨૧
‘ડિજિટલ ઈન્ડિયા’ અંતર્ગત ગુજરાતમાં સરકારી કામકાજનું ડિજિટિલાઇઝેશન કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત વિધાનસભાની તમામ કાર્યવાહીને પેપરલેસ બનાવવાના હેતુથી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વિધાનસભા ખાતે ‘નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન’ અંતર્ગત તા. ૨૬ નવેમ્બર-૨૦૧૮થી બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન ગુજરાતની નેશનલ એવોર્ડ વિજેતા ટીમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
વિધાનસભા ખાતે તા.૨૬ અને ૨૭ નવેમ્બર-૨૦૧૮ દરમિયાન સવારે ૧૧-૦૦ કલાકે બે દિવસીય વર્કશોપમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનની વિશેષતાઓ ટેકનિકલ પાસાઓ, નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનની સંસદીય ટીમ દ્વારા માસ્ટર ડેટા એન્ટ્રીની પદ્ધતિની સમજ, નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનનો લાઇવ ડેમો અને પ્રશ્નોતરી સહિતના વિવિધ સત્રો યોજાશે. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ, નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન ટીમ અને એનઆઈસીના અધિકારીઓ, તજજ્ઞો નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના અમલીકરણ અંગે માર્ગદર્શન આપશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




