વાપી,તા.૧૭
વાપી ટાઉનની હોટલ શ્રીનાથ ગેસ્ટહાઉસમાં રૂમ નં.૧૦૧માં મહારાષ્ટ્રનાં અંબાલા ખાતે રહેતા ૨૬ વર્ષીય સંદીપ સંથાદાસ સુથાર અને તેની પ્રમિકા ૨૬ વર્ષીય પલ્લવી પ્રમોદ પાટીલ રવિવારે રોકાયા હતા. જેઓ બપોરે ૧૨ વાગ્યાના સુમારે નીકળી દમણની સહેલગાહે ગયા હતા. બાદમાં ૩.૩૦ કલાકે પરત હોટલ ખાતે આવ્યા હતા.
આ સમયે હોટલના મેનેજરે સંદીપે એક કલાકમાં રૂમ ખાલી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ પ્રેમીપંખીડાઓએ રૂમમાં ગયા બાદ એક કલાક પછી વેઇટરે રૂમનો દરવાજા ખખડાવ્યો હતો. જોકે, આમ છતાં કોઇપણ પ્રત્યુત્તર નહીં મળતા મેનેજર સુરેશ યાદવે હોટલ રજિસ્ટરમાં નોંધાયેલા મોબાઇલ ફોન નંબર ઉપર સંદીપને ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ બતાવતો હતો.
આ બાબતે હોટલના માલિક રાજીવ શાહને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી રૂમનો દવાજા ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. આ સમયે પ્રેમીપંખીડાએ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ દ્રશ્ય જાઇને પોલીસ અચંબિત થઇ ગઇ હતી. વાપી ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. આ પ્રેમીપંખીડાના આપઘાતના આ પગલા પાછળનું ચોક્કસ કારણ હાલ જણાઇ આવ્યું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




