ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ માટે એરમાર્શલ ધીરની એડવાઈઝર તરીકે નિયુક્તિ થઈ

0
6

ગાંધીનગર,તા.૨૯
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ગાંધીનગર સ્થિત એર ઓફિસર ઇન કમાન્ડિંગ એરમાર્શલ રવીન્દ્રકુમાર ધીરની ગુજરાત સરકારના ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એડવાઇઝર તરીકે નિમણૂક કરી છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સેકટરનો વ્યાપ વધી રહ્યો છે તે સંદર્ભમાં ભારતીય વાયુ સેનાના આ એર માર્શલની તજજ્ઞતા અને અનુભવ તેમજ જ્ઞાનનો રાજ્યના આવા ઊદ્યોગોને લાભ મળે તે હેતુથી મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ નિર્ણય કર્યો છે.
એરમાર્શલ રવીન્દ્રકુમાર ધીરની નિયુકિત ગુજરાત સરકારના ડિફેન્સ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એડવાઇઝર તરીકે ૧ ઓકટોબર-ર૦૧૮થી અમલમાં આવે તે રીતે કરવામાં આવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY