તા. ૨૦મી, જુલાઇથી તાપી જિલ્લામાં તાલુકાકક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓ યોજાશે

0
517

સમગ્ર રાજયની જેમ તાપી જિલ્લામાં પણ આગામી તા. ૨૦મી, જુલાઇના રોજથી તાલુકાકક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓ યોજાશે. વિવિધ ૨૯ કલાઓને આવરી લેતી કલામહાકુંભની સ્પર્ધાઓથી તાપી જિલ્લાના કલાકારોને પ્રોત્સાહન મળી રહેશે.

જિલ્લા રમત ગમત અધિકારીની તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગામી તા. ૨૦મી, જુલાઇના રોજના એક જ દિવસે  વ્યારા તાલુકાની તાલુકા શાળા, વ્યારા ખાતે, વાલોડ તાલુકાની સ્પર્ધાઓ સ.ગો.હાઇસ્કુલ,વાલોડ, સોનગઢ તાલુકાની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢ, ઉચ્છલ તાલુકાની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ સાર્વજનિક હાઇસ્કુલ, ઉચ્છલ, નિઝર તાલુકાની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ મોડૅલ સ્કુલ નિઝર, કુકરમુન્ડાની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ સરસ્વતી વિદ્યાલય, કુકુરમુન્ડા અને ડૉલવણ તાલુકાની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ વિવિધલક્ષી હાઇસ્કુલ, ડૉલવણ ખાતે યોજાશે એમ, રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY