ન્યુ દિલ્હી,તા.૧
ભારતની સર્વોચ્ચ અદાલતે ભાજપ, કેન્દ્ર સરકાર સહિત છ રાજયને જાહેરખબરોને મામલે સુપ્રીમ કોર્ટે દર્શાવેલી માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલ જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટે ભાજપ, કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગણા પાસે કોર્ટનો અનાદર કરવા બદલ નોટિસ જારી કરી હતી. સુપ્રીમમાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તેલંગણા સિવાયના અન્ય પાંચ રાજયોમાં ભાજપની સરકાર છે. સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઇએ સંજીવ જહાંની અરજીને આધારે પાઠવેલી નાટિસના જવાબ અર્થે રાજયોને ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
સંજીવ જહાંએ જાહેર જાહેરાતો સંદર્ભે સુપ્રીમના આદેશનો ભંગ કરવા બદલ નિસ્બત ધરાવતા તમામ સામે ગુનો દાખલ કરવા અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટે ૧૩ મે, ૨૦૧૫ના રોજ સાર્વજનિક જાહેરાતોના નિયમન માટે તટસ્થ અને નિષ્પક્ષ વ્યક્તિત્વની છાપ ધરાવતા ત્રણ સભ્યોની સમિતિ રચવા આદેશ આપ્યો હતો. જા કે બાદમાં ૧૮ માર્ચ ૨૦૧૬ના રોજ સુપ્રીમ દ્વારા સંશોધન અને સરકારી જાહેરાતોમાં કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી તથા રાજયપાલની તસવીર વાપરવા અનુમતી આપવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે પશ્રિ્ચમ બંગાળ અને તમિળનાડુની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો હતો. જેમણે જાહેરાતમાં રાષ્ટ્રપતિ, પ્રધાન મંત્રી અને ન્યાયાધીશ સિવાયના અન્યને તસવીરના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર પુનર્વિચાર માટે અપીલ કરી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



