શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

0
123

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઇ પોલીસ મથકની હદમાં આવતા શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં તા. ૧૭મી, જુલાઇથી તા. ૧૯મી, જુલાઇ દરમિયાન સી.આઇ.એસ.એફયુનિટ, કાકરાપારના અધિકારી/કર્મચારીઓની ફાયરિંગ પ્રેકટીશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફાયરિંગ પ્રેકટીશ દરમિયાન આજુબાજુ રહેતા પ્રજાજનોની સલામતિ ખાતર તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ તા. ૧૭મી, જુલાઇથી તા. ૧૯મી, જુલાઇ દરમિયાન ફાયરિંગ બટ વિસ્તારની આસપાસના ૧૦૦૦ મીટર પરિઘના વિસ્તારમાં આજુબાજુ રહેતા પ્રજાજનો, બહારના કોઇ અનધિકૃત વ્યક્તિઓ તેમજ ઢોર માલિકોએ તેમના ઢોર લઇ ચરાવવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY