૧૧ વર્ષીય વિદ્યાર્થીએ શાળામાં આપઘાત કરતા ચકચાર મચી

0
18

તાપી,તા.૨૯
તાપી જિલ્લાના ઊંડાણના ગામમાં આવેલ આશ્રમ શાળાના છઠ્ઠા ધોરણના વિધાર્થીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પંથકમાં અરેરાટી મચી જવાની સાથે અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે, માત્ર ૧૧ વર્ષના માસૂમે ક્યાં કરણોસર આત્મહત્યા કરી ? શું આ આત્મહત્યા છે કે પછી હત્યા, વગેરે કારણો સાથે પોલીસે તપાસ શરુ કરી છે.
ડોલવણ તાલુકાના ચૂનાવાળી ગામે આવેલા ગ્રામ સેવા સમાજ દ્વારા સંચાલિત વનરાજ આશ્રમ શાળાના નિવાસી રૂમમાં રહી ધોરણ ૬માં અભ્યાસ કરતા જીગ્નેશ દરૂવાડ નામના કપરાડા તાલુકાના પીપરોટી ગામના માસૂમે આત્મહત્યા કરી લેતા પંથકમાં અચરજની સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે, આ અંગે મૃતક માસૂમના સંબંધીઓએ પણ શંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસની માંગ કરી છે.
ચૂનાવાળી સ્થિત વનરાજ આશ્રમશાળામાં રહી ધોરણ ૬માં ભણતા ૧૧ વર્ષીય માસૂમની આત્મહત્યાના બનાવની જાણ થતા ડોલવણ પોલીસ સહિત આશ્રમ શાળાના આધિકારીઓ, તકેદારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને તેમાં પોલીસ તપાસ બાદજ સાચી હકીકત માલુમ પડશે તેવું જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY