૧૦ વર્ષથી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરની ધરપકડ કરાઈ

0
16

તાપી,તા.૨૯
મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ડોલવણ પંથકમાંથી જિલ્લા એસઓજી પોલીસે એક બોગસ તબીબને પ્રેક્ટિસ કરતા ૫૦ હજારની દવાના જથ્થા સાથે ઝડપી પાડયો છે, માત્ર ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ કરેલા આ બોગસ ડોકટર ડોલવણના ગરીબોના સ્વાસ્થ્ય સાથે છેલ્લા ૧૦ વર્ષેથી ચેડા કરતો હતો.
તાપી જિલ્લા એસઓજી પોલીસના હાથે ઝડપાયો છે બોગસ પરપ્રાંતિય તબીબ જે ભોળા આદિવાસી લોકોને ફસાવી ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો સહિત ડોલવણમાં પોતાનું બોગસ દવાખાનું ખોલી ગરીબ આદિવાસી પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેલ્લા ૧૦ વર્ષથી રમત રમી રહ્યો હતો.
એસઓજી પોલીસને આ વાતની જાણ થતા આ ઝોલાછાપ ડોક્ટરને ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપી પાડયો હતો. જિલ્લા એસઓજી પોલીસના જણાવ્યા પ્રમાણે આ બોગસ તબીબનું નામ તરુણ બીશ્વાસ છે, અને તે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. પોલીસે તરુણ પાસેથી ૫૦ હજાર રૂપિયાની કિંમતની દવાનો જથ્થો પણ કબ્જે કરી વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY