રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક,ભરૂચનાઓની આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે અસરકારક અટકાયતી પગલાની કામગીરી કરવા માટે જીલ્લામાં તમામ થાણા અમલદારને જરૂરી સુચના/માર્ગદર્શન આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.પી.વાઘેલા સા. ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર દહેજ પો.સ્ટે.નાઓએ પાસાધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાઓ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાઓએ પાસાધારા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પાસા અટકાયતી પંકજભાઇ ભરતભાઇ ગોહીલ હાલ રહે,દુબઈ ટેકરી ઝાડેશ્વર રોડ, તા.જી. ભરૂચ મુળ રહે, કડોદરા, ખડકી ફળિયુ તા.વાગરા જી.ભરૂચનાને આજરોજ તા.૧૭/૦૩/૨૦૧૯ ના કલાક ૧૫/૦૦ વાગે અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





