તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન કલાસીસો પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવાયા અનુસાર તાપી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ મથકોએ વહેલી સવારે ૦૭:૦૦ કલાક પહેલા તથા સાંજે ૦૭:૦૦ કલાક બાદ કોઇ પણ ટયુશન કલાસીસો ચાલુ રાખી શકાશે નહિં કે વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં અભ્યાસાર્થે બોલાવી શકાશે નહિં. ટયુશન કલાસીસોની આજુબાજુ ૨૦૦ મીટર સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહિં. શાળા-કોલેજોના કંપાઉન્ડમાં ૨૦૦ મીટર સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ ત્રહિત વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહિં. આ હુકમ તાત્કાલિક અસરથી તા. ૧૦/૦૯/૨૦૧૮ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


