વલસાડ ખાતે ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.પી. દેસાઇ

0
156

વલસાડ જિલ્લામાં ઓરી-રૂબેલા  રસીકરણ અભિયાન હેઠળ પાંચ લાખ બાળકોને આવરી લેવાશે 

ઓરી-રૂબેલા  રસીકરણ અભિયાનનો પ્રારંભ  જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.પી.દેસાઇની અધ્‍યક્ષતામાં વલસાડ બાઇ આંવા બાઇ હાઇસ્‍કૂલ ખાતે યોજાયો હતો. આ અભિયાન હેઠળ જિલ્લાના ૯ માસથી ૧પ વર્ષ સુધીના ૫,૦૨,૨૨૩ બાળકોને આવરી લેવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ જણાવ્‍યું હતું કે, ૧૫ વય સુધીના બાળકોમાં જોવા મળતો હોઇ દેશવ્‍યાપી અભિયાન ચલાવવા નિર્ણય કરાયો છે. જિલ્લામાં કોઇપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે વલસાડ જિલ્લામાં એક મિશન મોડમાં રસીકરણ અભિયાન કરાશે. જેમાં પ્રથમ બે સપ્‍તાહમાં શાળાઓના બાળકોને આવરી લેવાશે. ત્‍યારબાદ શાળાએ ન જતા બાળકો, વિવિધ કન્‍સ્‍ટ્રકશન સાઇડ વગેરે બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાશે. ૯ માસથી ૧પ વર્ષના બાળકોને આવરી લેવાના આશયનો ચિતાર આપતાં જણાવ્‍યું હતું કે, ઓરી-રૂબેલા મોટા ભાગના કેસોમાં આ વયજુથના બાળકોમાં જોવામાં આવ્‍યો છે. આ રોગને નાબૂદ કરવા રસીકરણમાં સહયોગ આપવા જણાવ્‍યું હતું.

આ પ્રસંગે રોટરી કલબના ડો.નિલાક્ષ મુફતીએ  આદર્શ નાગરિક બનવા નિરોગી રહેવા જરૂરી હોવાનું જણાવી  રસીકરણમાં સહભાગી બનવા જણાવ્‍યું હતું.

મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલે  જણાવ્‍યું હતું કે, ભારત સરકારે ઓરી-રૂબેલા માટે સંયુકત રસીકરણ કરવા અંગેનો નિર્ણય લીધો છે.  આ અભિયાનનો હેતુ મિઝલ્‍સ નાબુદ કરવા તથા રૂબેલા (કંજીનેટલ રૂબેલા સિન્‍ડ્રોમ) અટકાવવાનો છે. મિઝલ્‍સ રૂબેલા કાર્યક્રમ હેઠળ જિલ્લાની પ્રાથમિક, માધ્‍યમિક, ગ્રાન્‍ટેડ, નોન ગ્રાન્‍ટેડ, આંગણવાડીઓ, મદરેસાઓ, બાળ સુરક્ષા કેન્‍દ્ર, નારી સુરક્ષા કેન્‍દ્ર સહિતના બાળકોને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અભિયાન હેઠળ ઓરી અને રૂબેલાની રસી બાળકોને નિયત કરાયેલા સ્‍થળે આપવામાં આવશે. જેમાં જિલ્લાની ૧૪૦૫ શાળા, ૧૮૩૮ આંગણવાડીઓ, ૨ મદરેસા, ૬૦ આશ્રમશાળા અને અન્‍ય ૨૦ શાળા મળી કુલ ૩૩૨પ શાળાઓને આવરી લેવાશે. જેમાં તા.૧૬ થી ૨૮ જુલાઇ દરમિયાન ૨૧૭૪ સ્‍કુલ સેશનમાં, તા.૩૦ જુલાઇથી ૧૧ ઓગસ્‍ટ દરમિયાન ૨૧૪૬ આઉટ રીચ સેશન મળી કુલ ૪૩૨૦ જેટલા નિયત કરાયેલા ચોકકસ સ્‍થળોએ ૪૫૮ જેટલા વેકસીનેટરો દ્વારા આ કામગીરી હાથ ધરાશે. આ અભિયાનનું લક્ષ્ય તાત્‍કાલિક ધોરણે ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપવાનો છે.

ઓરી ઘાતક રોગ છે અને તે બાળકોમાં અકાળે થતા મૃત્‍યુના કારણોમાંનું એક છે. ઓરી ચેપી રોગ છે, જે ખાંસી કે છીંકવાથી ફેલાય છે. ઓરીના લક્ષણો ચહેરા પર લાલ-ગુલાબ ચાંદા, વધુ પડતો તાવ, ખાસી આવવી વગેરે છે.

રૂબેલા ગર્ભવસ્‍થાની શરૂઆતમાં ચેપ લાગે છે. તેમજ સી.આર.એસ(જન્‍મજાત રૂબેલા સિન્‍ડ્રોમ) વિકસિત થાય છે. જે જન્‍મજાત શીશુ માટે ગંભીર છે. રૂબેલાના કારણે ગર્ભવતીસ્ત્રીમાં ગર્ભપાત, અકાળે પ્રસૃતિ અને મૃત જન્‍મની સંભાવનાઓ વધી જાય છે. આવનાર બાળક જન્‍મજાત મોતિયો, બધીરતા, હૃદયની બિમારી, માનસિક બિમાર હોવાની શકયતાઓ રહેલી છે. આ સમસ્‍યાઓના નિવારણ માટે આરોગ્‍ય વિભાગ દ્વારા એક મહત્ત્વનું આરોગ્‍યલક્ષી અભિયાન હાથ ધરાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY