ભરૂચમાં મચ્છરોના ત્રાસથી પ્રજા પરેશાન જ્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં : ફોગ મશીનો શોભાના ગાંઠિયા સમાન

0
320

ભરૂચ:

ભરૂચ શહેર અને જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. ઘર, દુકાન, ઓફીસ, દવાખાના કે અન્ય જાહેર સ્થળ પર મચ્છર ભગાડવાની અગરબત્તી સલગાવવી પડે છે કે તેને લાગતા વીજ ઉપકરણો ચાલુ કરવા પડે છે. લોકોએ હવે જાહેર સ્થળ કે બાગ બગીચામાં થોડી વાર માટે બેસવું એ મહામુસીબત ભર્યું બન્યું છે. અગાઉ નગરપાલિકા તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા ફોગ મશીનનોં ઉપયોગ કરાતો હતો. પણ અત્યારે કોઈ પણ જગ્યા એ આ ફોગ મશીન દેખાયાં નથી. આ ફોગ મશીન ફક્ત શોભના ગાંઠિયા બની ને રહી ગયા હોય એમ લાગી રહ્યું છે. જેથી આવનાર સમયે મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફાટી નીકળે તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન પ્રજા દ્વારા પુછાય રહ્યા છે.

મચ્છળ ભગાડવાના વીજ સાધનો નો ખર્ચ પ્રજા એ ફરજિયાત કરવો પડી રહ્યો છે. દરેક રૂમમાં આવા મોંઘા સાધનો લગાવવા ફરજીયાત બની રહ્યા છે. જો એક ઘરમાં બે મચ્છળ ભગાડવાના મશીન લાગેલા હોય તો ભરૂચ શહેરમાં કેટલા મશીન લાગેલા હશે એક અંદાજ પૂરતો કહીએ તો આ મચ્છળ ભગાડનાર મશીન બનાવનાર કંપની ને તંત્રના ભોગે સારી એવી મોટી કમાણી થઈ રહી છે. તંત્ર જો સાફ સફાઈ સમયસર અને જવાબદાર પૂર્વક કરે તો આજે આટલો મચ્છળો નો ત્રાસ ભરૂચની પ્રજા એ વેઠવો ન પડે. હવે જોવું રહ્યું કે તંત્ર જાગે છે કે પછી હજુ પણ કુંભકર્ણની જેમ મીઠી નિંદ્રામાં રહેશે…ધવલ કનોજીયા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY