લંડન,તા.૧
ઇંગ્લેન્ડના સ્ટાર ફુટબોલર જોશ વોકરને નાઇટ ક્લબની અંદર કોઇ અન્ય છોકરી સાથે વાત કરવું મોંઘુ પડ્યું છે. સ્કોટલેન્ડના નાઇટ ક્લબમાં જોશ વોકર કોઇ અન્ય છોકરી સાથે વાત કરી રહ્યો હતો અને તે દરમિયાન તેની ગર્લફ્રેન્ડ લોરેન ડિનસે ત્યાં પહોંચી ગઇ. બોયફ્રેન્ડ કોઇ અન્ય છોકરી સાથે આ રીતે વાત કરતા જોઇ તે ગુસ્સામાં આવી ગઇ. લોરેન ડિનશેને જોશનું અન્ય કોઇ છોકરી સાથે વાત કરવું એટલું ખરાબ લાગ્યું કે તેને બોયફ્રેન્ડના માથા પર ગ્લાસ મારી દીધો. માથામાં ગ્લાસ વાગતા જ જોશ ક્લબમાં બેભાન થઇ ગયો તે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં ડોક્ટરોએ તેના માથા પર ૧૧ ટાંકા લીધા.
સ્કોડલેન્ડ સ્થિત એડિનબર્ગના લુલુ ક્લબમાં ગત વર્ષે ડિસેમ્બરમાં થયો હતો. જે બાદ આ મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. જોશ વોકર અને ડિનશે લાંબા સમયથી એક બીજાની સાથે રિલેશનશિપમાં છે. આ બન્નેના બે બાળક પણ છે. જોશ વોકર હાલમાં ફુટબોલથી સંન્યાસ લીઘો હતો. ઘુંટણમાં સતત દુખાવાના કારણે આ નિર્ણય લીધો. વોકરે તેના કરિયરમાં યુઈએફએ કપ એક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



