થાનગઢ ફાયરીંગ બનાવમાં આરોપી ને ઝડપી પાડતી થાનગઢ પોલીસ

0
72

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ નાઓ તરફથી ગત તારીખ 1/09/18ના રોજ થાનગઢ ટાઉન વિસ્તારમાં આવેલ એસ.બી.આઇ. બેન્કની પાસે બનેલ ફાયરીંગ બનાવમાં મરણ જનાર ભુપતભાઈ દાદભાઇ બોરીચાને પોતાની પરવાનાવાળી બારાબોર બંદૂકથી ધાતક ઇજા કરનાર આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચર રહે. ઝાલાવાડ મફતીયાપરા,થાનગઢને સત્વરે ઝડપી પાડવા ખાસ સુચના કરવામાં આવેલ.

આ બનાવ સંદર્ભે અસરકારક રીતે કામગીરી કરી આરોપીને ઝડપી પાડવા માટે શ્રી પી.જી.જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ના સીધા માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલ તથા પોસઇ એમ.આર.પલાસ તથા એ.વી.પાતળીયા તથા એ.એસ.આઇ. સહદેવસિહ આર ઝાલા તથા હે.કો.મદીનખાન મલેક તથા રુપાભાઇ જોગરાણા તથા ભૂપાભાઇ કારેલીયા, નીમિતભાઇ પરમાર તથા રામભા ગઢવી તથા પોકો વસંતભાઇ સોનારા વિગેરેની અલગ અલગ ટીમો બનાવી આરોપીના છુપાવાના સંભવિત સ્થળે તપાસ કરી કરાવવા તજવીજ હાથ ધરી હતી. જે દરમિયાન ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલ માહિતી અનુસાર સદર નાસતો ફરતો આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચર મોડી રાતના સમયે પોતાના ઘરે આવવાની હકીકત આધારે ચોટીલા રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન માહિતી મુજબ સદર આરોપી પોતાના મોટર સાયકલ ઉપર પસાર થતા આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચરને અટકાવી જરુરી કાર્યવાહી કરી ધોરણસર અટક કરેલ છે.
આ ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચર રહે ઝાલાવાડ મફતીયા પરા, થાનગઢનાને બનાવ સંદર્ભે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી વધુમાં જણાવેલ કે, બનાવના દિવસે શનિવાર હોય તેમજ બીજા દિવસથી સાતમ-આઠમની રજા પડવાની હોય બેન્કમાં લોકોની વધુ ભીડ હતી, આ દરમિયાન બેન્કમાં પોતાના કામકાજ અર્થે આવેલ મરણ જનાર ભુપતભાઈ દાદભાઇ બોરીચાને લાઇનમાં ઊભા રહેવા બાબતે જણાવતા બન્ને વચ્ચે બોલાચાલી થયેલ, જે બાબતે બેન્કની બહારના ભાગે વધુ બોલાચાલી થતા મરણજનાર કનુભાઇ દાદભાઇ બોરીચાએ લોખંડના પાઇપ મારતા આરોપીએ ઉશ્કેરાઈ જઇને પોતાના પરવાનાવાળી બારાબોર બંદૂકમાથી બે રાઉન્ડ ગોળી છોડેલ હોવાનો સ્વીકાર કર્યો છે.
ગત તારીખ 1/09/18ના રોજ થાનગઢ ટાઉન વિસ્તારમાં આવેલ એસ.બી.આઇ. બેન્કની પાસે બનેલ ફાયરીંગ બનાવમાં મરણ જનાર ભુપતભાઈ દાદભાઇ બોરીચાને પોતાની પરવાનાવાળી બારાબોર બંદૂકથી ધાતક ઇજા કરનાર આરોપી પ્રતાપભાઈ અનકભાઇ ખાચર રહે. ઝાલાવાડ,મફતીયાપરા,થાનગઢને આજરોજ ઝડપી પાડેલ હોય બનાવમાં વપરાયેલ તેની પરવાનાવાળી બંદૂકના પરવાના સંદર્ભે તથા બનાવથી અત્યાર સુધી કઇ કઇ જગ્યાએ રોકાયેલ છે? તથા ફરીયાદમાં જણાવેલ બે અજાણ્યા ઇસમો બાબતે ખાસ તપાસ કરવા માટે તથા અન્ય કોઇ ઇસમ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે તપાસ કરવા માટે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી રીમાન્ડ મેળવવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ દ્વારા તપાસ તજવીજ હાથ ધરી છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY