માલેગાંવ બ્લાસ્ટ ; સુપ્રિમે કર્નલ પુરોહિતની એસઆઈટી તપાસની અરજી ફગાવી

0
13

મુંબઈ,તા.૪
સુપ્રીમ કોર્ટે મંગળવારે માલેગાંવ બ્લાસ્ટના આરોપી કર્નલ પુરોહિતની આરોપો ઘડવા સામે સ્ટે માંગતી અરજી ફગાવી દીધી છે. સીનિયર જજ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે બ્લાસ્ટ કેસમાં કર્નલ પુરોહિતના અપહરણની એસઆઈટી પાસે તપાસ કરવાવાની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે તે પોતાની આ અરજી ટ્રાયલ કોર્ટમાં દાખલ કરે.
અગાઉ બોમ્બે હાઈકોર્ટે કર્નલ પુરોહિત તેમજ અન્યની અરજીને ફગાવી હતી. પુરોહિતે નીચલી કોર્ટમાં આરોપો નક્કી કરવા રોક લગાવવા માંગ કરી હતી. આટલું જ નહીં હાઈકોર્ટે જણાવ્યું કે ગેરકાયદે પ્રવૃતિ નિવારણ અધિનિયમ અંતર્ગત આરોપો પર ટ્રાયલ કોર્ટ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે. કર્નલ શ્રીકાંત પુરોહિતે પોતાના પર લાગેલા આક્ષેપોને પડકાર્યા હતા.
કર્નલ પુરોહિતને ગત વર્ષે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. કર્નલ પુરોહિત ગત ૯ વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા જમાનત આપી હતી. પુરોહિતે વડી અદાલતમાં જણાવ્યું હતું કે ષડયંત્ર હેઠળ તેને ફસાવવામાં આવ્યો છે. પુરોહિતે એટીએસ પર તેને ફસાવવાનો આક્ષેપ કર્યો હતો. એનઆઈએ અને સરકારી વકીલોએ જણાવ્યું હતું કે પુરોહિત આ કેસમાં મુખ્ય આરોપી છે માટે તેને જામીન આ આપવા જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY