તિહાર જેલના કેદીઓને રેડિયો જોકી બનાવવાની ટ્રેનિંગ અપાશે

0
9

ન્યુ દિલ્હી,
તિહાર જેલના કેદીઓ રેડિયો જાકી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે તિહારની નવ જેલમાંથી એકમાં પાઇલટ પ્રોજેકટ હેઠળ સ્ટુડિયો તૈયાર કરાયો છે. કેદીઓને આરજેની ટ્રેનિંગ આપ્યા બાદ તેની નોકરી માટે જેલની અંદર જ જાબફેર લગાવાશે. તેમાં ઘણી બધી એફએમ ચેનલને બોલાવાશે.
તિહાર જેલનાં સૂત્રોએ આ જાણકારી આપતાં કહ્યુ કે કેદીઓને આ પ્રકારની ટ્રેનિંગ ઘણી એફએમ ચેનલોમાં આરજે રહી ચૂકેલી સિમરન કોહલી આપશે. તે કેદીઓને ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરાવશે.
તેની શરૂઆત જેલ નં.૮-૯થી કરાશે. આશા છે કે ર૦ જૂનથી કોર્સ શરૂ થઇ જશે. પહેલા કોર્સમાં ર૦ કેદીઓને ત્રણ મહિનાની ટ્રેનિંગ અપાશે. ત્યાર બાદ સપ્ટેમ્બરના મધ્યમાં જાબફેર આયોજિત કરાશે. કેદીઓની જાબ માટે પ્રસાર ભારતી સાથે પણ વાતચીત ચાલી રહી છે.
જે કેદીઓને આરજેની ટ્રેનિંગ અપાશે તેમને જેલમાંથી બહાર નીકળ્યા બાદ તરત જ નોકરી મળવાના ચાન્સ રહેશે. ટ્રેનિંગ માટે એવા કેદીઓની પસંદગી થશે જે નજીકનાં ભવિષ્યમાં સજા પૂરી કરી બહાર નીકળવાના હોય. ઉલ્લેખનીય છે કે જ્યારથી કેદીઓએ આરજેની ટ્રેનિંગ લેવાની યોજના અંગે સાંભળ્યું છે ત્યારથી યુવા કેદીઓ ઉત્સાહિત છે.
કેટલાક કેદીઓ તો આરજે બનવાનું સપનું પણ જાવા લાગ્યા છે. પાઇલટ પ્રોજેકટ હિટ થયા બાદ તિહારની તમામ જેલમાં એક એક સ્ટુડિયો બનાવાશે. તેમાં મંડોલી અને રોહિણી જેલ પણ સામેલ હશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY