ઝઘડીયા તાલુકાના રાણીપરા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
29

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આદર્શ આચાર સંહીતાનો અમલ કરાવવા સારૂ સુચના મળેલ જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો ઝઘડીયા પો.સ્ટે.વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો.તરૂણભાઇ ને મળેલ બાતમી આધારે ઝઘડીયા તાલુકાના રાણીપરાના સુરેશભાઇ કાલીદાસ વસાવા નાએ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી ઝઘડીયા તાલુકાના રાણીપરા ગામની સીમમા ડુંગર વગામા આવેલ પોતાના ખેતરની બાજુમા આવેલ ખુલ્લી ખાડા વાળી જગ્યામા સંતાડેલ છે જે મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ પ્રોહી.ગુના અંગે રેડ કરતા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની ૭૫૦ મી.લી. ની તથા ૧૮૦ મી.લી ની કુલ બોટલ નંગ-૮૨૮ કી.રૂ.૦૧,૨૬,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવેલ છે અને આરોપી સુરેશભાઇ કાલીદાસ વસાવા રહે-રાણીપરા તા-ઝઘડીયા નાને વોન્ટેડ જાહેર કરી તેના વિરૂધ્ધ ઝઘડીયા પો.સ્ટે. મા ગુનો રજી.કરાવવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY