ન્યુ દિલ્હી,
છેલ્લા ૪ વર્ષથી સમાજ સેવક અન્ના હજારે સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખતા રહ્યાં છે, પરંતુ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કોઇપણ પત્રનો જવાબ આપ્યો નહોત. પરંતુ હવે વડાપ્રધાન ઓફિસમાંથી અન્ના હજારેને વડાપ્રધાન મોદીનો સંદેશો આવ્યો છે.
૨૦૧૪થી લઇને અન્ના હજારેએ અત્યાર સુધીમાં પીએમ મોદીને ૧૫ પત્ર લખ્યા છે અને તેમનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકપાલ કાનૂનને દેશમાં લાગુ કરવામાં આવે. પરંતુ ચાર વર્ષમાં એક પણ વખત પીએમ મોદી તરફથી અન્ના હજારેના પત્રનો જવાબ આપવામાં આવ્યો નહોતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વલણથી નારાજ અન્ના હજારેએ આ વર્ષે જ માર્ચમાં કેન્દ્ર સરકાર વિરુધ્ધ દિલ્હીના રામલીલા મેદાનમાં સશક્ત લોકપાલ કાનૂન લાવવાને લઇને તેમજ ખેડૂતો સંબંધિત માગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું હતું.
અઠવાડીયા સુધી ચાલેલા આ આંદોલનને પુરુ કરવા મહારાષ્ટÙના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આગળ આવ્યા હતા અને અન્ના હજારેએ આ મુલાકાત બાદ પોતાનું આંદોલન સમેટી લીધુ હતું. અણ્ણા હજારેએ પોતાનું આંદોલન એ શરતે પુરુ કર્યું હતું કે તેમની માગણી અંગે કેન્દ્ર સરકાર તરત વિચાર કરી સકારાત્મક પગલા ઉઠાવે.
માર્ચ ૩૦ થી જૂન સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઇ સકારાત્મક પગલાં ન લેવામાં આવતા અણ્ણા હજારેએ ફરી કેન્દ્ર સરકારે પત્ર લખ્યોહતો. જેમાં અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે જા તેમની માંગણી પુરી કરવામાં નહી આવે તો તેઓ ફરી ઓક્ટોબરથી ઉપવાસ પર બેસી જશે. આમ પીએમઓ ઓફિસમાં આવેલા પત્રના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે પીએમઓમાંથી સચિવ સ્તરના અધિકારીઓ ટૂંક સમયમાં જ રાલેગણ સિદ્ધિ જશે અને અણ્ણા હજારે સાથે મુલાકાત કરશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





