ત્રણ મહિના પેહલા યુુવાને લગ્ન કર્યાા હોય અને આમ અચાનક ગુમ થતા ગામ માં અનેક વાત વહેતી થયા બાદ ત્રીજે દિવસે ખેતર માંથીજ મૃતદેહ મળતા અનેક શંકા
રાજપીપળા:
નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા માં આવેલા ઉધઈ માંડવા ગામમાં રહેતા નિલેશ પ્રહલાદભાઈ બારીયા (23) તારીખ 28 ઑગસ્ટ ની સાંજે એની માતા સાથે ખેતરે કામ માટે ગયો હતો ત્યાર બાદ અમુક કામ પતાવ્યા પછી નીલેશે માતા ને કહ્યું કે તું ઘરે જા હું કપાસ ઉભો કરીને આવું છું જેથી માતા ઘરે જતા રહ્યા બાદ નિલેશ રાત્રે નવ વાગ્યા સુધી ઘરે પરત ન આવતા એના મોબાઈલ પર ફોન કર્યો પરંતુ ફોન ન ઉપાડતા એની અન્ય જગ્યા પર શોધખોળ પણ કરી છતાં ક્યાંએ પત્તો ન લાગ્યો ત્યારબાદ ફરી ફોન કર્યો ત્યારે ફોન સ્વીચ ઓફ બતાવતા પરિવારજનો વધુ ચિંતિત થયા આખરે તિલકવાડા પોલીસ સ્ટેશને નિલેશ ના પિતા પ્રહલાદભાઈ બારીયા એ નિલેશ ગુમ થયા બાબતે જાણ કરતા પોલીસે જાહેરાત લઈ નિલેશ નો શોધખોળ શરૂ કરી હતી ત્યારે ત્રીજે દિવસે તારીખ 1 સપ્ટેમ્બરે ખેતર માંથીજ નિલેશ નો મૃતદેહ મળતા અનેક શંકા સેવાઈ રહી છે પોલીસે હાલ અ.મોત નોંધી નિલેશ ની હત્યા આત્મહત્યા કે કુદરતી મોત થયું છે એ દિશા માં તપાસ હાથ ધરી છે.તપાસ તિલકવાડા પી એસ આઈ એસ એ વસાવા કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



