- નર્મદા જિલ્લાલા માં પચાસ થી વધુ દીપડા ફરતા હોય ક્યારેક ગામોમાં ઘૂસી જતા ભય
દીપડો ગામ માં આવી કેટલા પશુ ઓના શિકાર કરતા ગામ માં ભય નો માહોલ હતો

વન વિભાગે પાંજરામાં મારણ મુકતા દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનો ને હાસકારો
રાજપીપળા: નર્મદા જિલ્લા માં હાલ ઘણા સમય થી એક બાદ એક દીપડા દેખા દેતા લોકો માં ભય નો માહોલ ફેલાયો છે ત્યારે તિલકવાડા તાલુકાના વોરા ગામે પણ દીપડાનો આતંક વધતા ગ્રામજનો ફફડી રહ્યા હતા ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને જબ્બે કરવા પાંજરું ગોઠવાતા આખરે આજે દીપડો પાંજરે પુરાયો હતો
થોડા દિવસ પેહલા જ રાજપીપલાના કાળીભોઇ વિસ્તાર માં પણ દીપડાએ આતંક મચાવ્યો હતો ત્યાંજ હાલ વોરા ગામમાં વધુ એક દીપડા એ કેટલાક પશુ નો શિકાર કરતા વન વિભાગ હરકત માં આવ્યું અને પાંજરું મુકતા આખરે દીપડો પાંજરામાં કેદ થતા સૌએ રાહત નો દમ લીધો હતો જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લા માં પચાસ થી વધુ દીપડા હોય એ પૈકી અમુક દીપડા ખોરાકની શોધમાં કોઈક ગામમાં ઘૂસી પશુઓના શિકાર કરતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળે છે ત્યારે આ જંગલી પ્રાણીઓ થી લોકોને અને જાનવરો કે પશુઓ ને બચાવવા વન વિભાગ ની ટિમો દ્વારા વારંવાર પગલાં લેવાય રહ્યા છે જેથી લોકોને રાહત રહે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408985050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



