દવા લેતા પહેલા ખાસ નિયમો સમજો

0
136

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બિમારી દરમિયાન જા તબીબના કહેવા મુજબ અને તેમની સલાહ મુજબ આગળ વધવામાં આવે તો વહેલી તકે સ્વસ્થ થવાની સંભાવના ૧૦ ટકા વધી જાય છે. જેથી કહેવામાં આવે છે કે દવા લેવા માટેના પણ કેટલાક નિતિ નિયમો અને કાયદા છે. આ તમામ નીતિ નિયમો અને કાયદાની ઉપેક્ષા કરી શકાય નહીં. કોઇ પણ ઉપેક્ષા કરવાની Âસ્થતીમાં દર્દીની વહેલી તકે સ્વસ્થ થવાની તક ઘટી જાય છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે દવા કોઇ પણ કેમ ન હોય તે અમારા શરીરમાં અમુક ચોક્કસ સમય અને કલાક સુધી જ કામ કરે છે. તબીબો તેના આધાર પર જ દવાના ડોઝ પણ બનાવે છે. સાથે સાથે તેના આધાર પર ડોઝ આપે છે. જા કોઇ તબીબ કોઇ બિમારીની Âસ્થતીમાં દર્દીને એક દિવસમાં ત્રણ વખત લેવાની સલાહ આપે છે તો આનો અર્થ એ થાય છે કે દવાના ડોઝ આઠ કલાક સુધી શરીરમાં સક્રિય રહે છે. દવાની કોઇ પ્રતિકુળ અસર થઇ છે તો તેની જાણ તરત જ તબીબને કરવામાં આવે તે જરૂરી છે. દવાની ગોળીઓ, કેપ્સુલ અથવા તો લિÂક્વડ પ્રમાણમાં રહેલી દવાની બોટલોને યોગ્ય તાપમાન પર રાખવામાં આવે તે જરૂરી છે. દવાને બાળકના હાથમાં ન આવે તેવી જગ્યાએ રાખવામાં આવે તે પણ જરૂરીછે. કોઇ પણ દવાની ખરીદી પણ સત્તાવાર કેમિસ્ટથી જ કરવામાં આવે તે જરૂરી છે. દવા ખરીદતી વેળા તેની રિસિપ્ટ દવા વેચનાર અથવા તો કેમિસ્ટ પાસેથી ચોક્કસપણે લેવી જાઇએ. દવાની ખરીદી કરતી વેળા દવા બનાવનાર કંપનીનુ નામ અથવા તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસપણે જાઇ લેવી જાઇએ. જા એક્સપાયરી ડેટ નિકળી ગઇ છે તો દવા તરત ફેંકી દેવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારની દવાનો ઉપયોગ કરવાની Âસ્થતીમાં તે વધારે અસરકારક સાબિત થતી નથી. તેની આડ અસર પણ થઇ શકે છે. ક્યારેય પપણ અંધારામાં દવા લેવી જાઇએ નહી. કેટલીક વખત એવી ભુલ થઇ શકે છે જે જીવલેણ સાબિત થઇ શકે છે. નિષ્ણાંતો અને જાણકાર લોકો કહે છે કે તબીબ દ્વારા જેટલા દિવસની દવા લેવા માટે કહેવામાં આવ્યુ છે તેટલા દિવસ સુધી જ દવા લેવી જાઇએ. તબીબના નિર્દેશ મુજબ દવા લેવાથી કોઇ પણ બિમારીમાં સ્વસ્થ થવાની શક્યતા ૧૦ ટકા વધી જાયછે. વહેલી તકે સ્વસ્થ થવા માટે તબીબના દિશાનિર્દેશ મુજબ આગળ વધવાની જરૂર હોય છે. સામાન્ય રીતે એવુ બને છે કે દવા લીધા બાદ આરામ થવાની Âસ્થતીમાં દવા બંધ કરી દેવામાં આવે છે. દવાનુ પ્રમાણ પોતાના મન અને સુવિધાથી ઘટાડી દેવાની Âસ્થતીમાં પણ જે Âસ્થતીમાં સુધારો થયો છે તેની પાછી માઠી અસર થઇ શકે છે. બીજી બાજુ આધુનિક સમયમાં લોકો તબીબો પાસે સલાહ લીધા વગર એન્ટી બાયોટિક્સ દવા લેતા થયા છે. આ બાબતની નિષ્ણાંતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોએ કહ્યું છે કે તબીબોની જરૂરી સલાહ વગર દવા…કોઇ પણ દવા જાતે લઇ લેવાની બાબત ખતરનાક સાબિત થઇ શકે છે. તેની અનેક આડ અસર પણ થઇ શકે છે. આજે મોટા ભાગના લોકો ખુબ વ્યસ્ત લાઇફ જીવી રહ્યા છે. આવા સમયમાં આરોગ્યને જાળવી શકતા નથી. બિમાર થવાની Âસ્થતીમાં તરત જ કામચલાઉ દવા જાતે જ લઇ લે છે. આ દવાથી ચોક્કસપણે રાહત મળે છે પરંતુ આ દવા કોઇ ઇલાજ નથી. આ દવા ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. કોઇ તકલીફ અંગે જાણ નહી હોવા છતાં જે તે તકલીફ અથવા તો પીડામાં દવા જાતે જ લઇ લેવામા આવે છે. તબીબો પાસે જવાનો સમય પણ કાઢી શકતા નથી. જેથી તાવ, સરદી ગરમી, ગળામાં દુખાવાની જાતે જ દવા લોકો લઇ લે છે. પરંતુ આવી દવા જાતે લઇ લેનાર લોકો દવાની અસર કેટલી હદ સુદી થઇ શકે છે તે જાણતા નથી. જાણીતા તબીબોનું કહેવુ છે કે એન્ટીબાયોટિક્સ એન્ટીમાઇક્રોબાઇલ એજન્ટ તરીકે પણ જાણીતી છે. આ પ્રકારની દવાનું કામ શરીરમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને દુર કરવા માટેનુ હોય છે. અલબત્ત એન્ટીબાયોટિક્સ બેÂક્ટરિયા, પેરાસાઇટ જેવા માઇક્રો ઓર્ગેનિઝમને ટાર્ગેટ બનાવે છે. પરંતુ વાઇરસ સામે તે દવાઓ અસરકારક હોતી નથી. નિષ્ણાંત લોકોનું કહેવુ છે કે નિષ્ણાંત તબીબો દ્વારા લખવામાં આવેલી દવા જ લેવામાં આવે તે જરૂરી છે. ચોક્કસ ઓન્ટીબાયોટિક્સ જે ઉપલબ્ધ છે તે ચોક્કસ ઓર્ગનમાં ચોક્કસ બેÂક્ટરિયા પર પ્રહાર કરે છે. તબીબો મોટા ભાગે ચકાસણી કર્યા બાદ દવા નક્કી કરે છે જેથી આ દવા યોગ્ય પ્રમાણમાં હોય છે.તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આડેધડ દવા લેવાથી ખતરો ઉભો થઇ શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY