પારડી તાલુકામાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સે ૬ વ્યાક્તિકઓને દંડ ફટકાર્યો

0
578

વલસાડના જિલ્લાના પારડી તાલુકામાં વિવિધ સ્‍થળોએ ધુમ્રપાન નિતિનિયમોનું પાલન ન કરતા અને જાહેર સ્‍થળ ઉપર ધુમ્રપાન કરતા લોકો તેમજ પાનના ગલ્લા વાળા વગેરે ૧૦ દુકાનો ઉપરી તમાકુ નિયંત્રણ ટાસ્‍ક ફોર્સે આકસ્‍મિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાહેરમાં ધુમ્રપાન કરતા ૬ વ્‍યક્‍તિઓ પાસેથી ૩ હજારનો દંડ સ્‍થળ ઉપર જ વસુલ કરાયો હતો.  આ ઉપરાંત શાળાની ૧૦૦ વારની ત્રિજ્‍યાની આજુબાજુમાં પાનગલ્લા વાળાઓને ‘‘તમાકુથી કેન્‍સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વ્‍યક્‍તિને તમાકુનું વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે” તેવી આરોગ્‍ય વિષયક ચેતવણી વિના સિગરેટ અને અન્‍ય તમાકુની બનાવટના છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ છે, તેવી સૂચના આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આરોગ્‍ય વિભાગના ડૉ. મનોજ પટેલ, ડ્રગ વિભાગના બંકિમ ચૌધરી, પી.એસ.આઇ. એચ.સી.ઝાલા અને રમેશ ઠાકરે, જિલ્લા સુપરવાઇઝર યોગેશ જી પટેલ, સોશિયલ વર્કર અલ્‍પેશ એ. પટેલનો સમાવેશ થાય છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY