હજ જનારી માતાને દવા આપવા નીકળેલા પોલીસ કર્મીનુ અપહરણ અને બાદમાં હત્યા

0
21
કાશ્મીરમાં આતંકવાદીઓનુ વધુ એક કાયરતાપૂર્ણ કૃત્ય

જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાન ઔરંગઝેબના અપહરણ બાદ હત્યાના કૃત્યને આતંકવાદીઓએ ફરી દોહરાવ્યુ છે. આ વખતે જમ્મુ કાશ્મીરના પોલીસ કર્મીનો વારો આવ્યો છે. ગુરુવારે સાંજે આતંકવાદીઓએ શોપિયાં વિસ્તારમાંથી પોલીસ કર્મચારી જાવેદ અહેમદ દારનુ અપહરણ કર્યુ હતુ. એ પછી તેનો મૃતદેહ કુલગામમાંથી મળી આવ્યો છે.હિજબુલ મુજાહિદ્દીને તેની હત્યાની જવાબદારી લીધી છે.આજે રાજકીય સન્માન સાથે તેને અંતિમ વિદાય આપવામાં આવી હતી. જાવેદ દાર એક મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. જાવેદ પાંચ વર્ષથી એસએસપી શૈલેન્દ્ર કુમાર સાથે ઓપરેટર તરીકે ફરજ બજાવી રહ્ય હતા.હજ જનારી માતાની દવા લેવા માટે જાવેદ નીકળ્યા હતા અને એક કારમાં આતંકવાદીઓ આવ્યા હતા. તેમણે બંદુકની અણીએ જાવેદને કારમાં બેસી જવાની ફરજ પાડી હતી. શોપિયાંમાં આ પહેલી ઘટના નથી.ભૂતકાળમાં પણ આતંકવાદીઓએ બદલો લેવા માટે આ પ્રકારના કાયરતાપૂર્ણ કૃત્ય કર્યા છે. જેમાં હથિયાર વગર નીકળેલા સુરક્ષાકર્મીનુ અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. સેનાના જવાન ઔરંગઝેબનુ પણ આ રીતે જ અપહરણ કરવામાં આવ્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY