સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના બાવરી રોડ પર અવારનવાર અકસ્માત થવાના બનાવો બને છે ત્યારે બાવરી રોડ પાસેથી પસાર થતો રસ્તો ફલકુ ડેમ ની બાજુમાં બાઇક ને અજાણી કાર ટક્કર મારી ફરાર થઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા ના કોંઢ ના કલ્યાણપુર ના વતની દેવરાજભાઈ કાનજીભાઈ દલવાડી,કાનજીભાઈ વાલજીભાઈ દલવાડી,દયાબેન કાનજીભાઈ દલવાડી ત્રણેય જીજે-6-સીએફ-0073 બાઈક લઈને ફલકુ ડેમ ના રોડ પાસે થી ધ્રાંગધ્રા તરફ જતા હતા તે દરમિયાન પાછળ થી કોઈ અજાણી કાર એ ટક્કર મારતા બાઈક માં સવાર એક મહિલા અને બે પુરૂષ ને ગંભીર ઇજાઓ થવા પામી હતી આ ઘટના ની જાણ 108 ને થતા તાત્કાલિક 108 ના પાયલોટ વિરેન્દ્રસિંહ પરમાર તથા યુવરાજસિંહ ઝાલા દ્વારા ઈજા પામેલ લોકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લવાયા હતા પરંતુ ગંભીર ઇજા થઇ હોવાના કારણે તાત્કાલિક સુરેન્દ્રનગર સી,યુ,શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ડૉ દ્વારા જણાવવામાં આવ્યું કે બે લોકો ના પગ મા ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે આ બાબતની જાણ પોલીસ ને થતા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે

રિપોટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

11

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




