રક્ષામંત્રી રાજનાથસિંહ જાપાનના પ્રવાસે : કલમ-૩૭૦ પર પાક.ને ઘમરોળ્યુ

0
138

ટૉકિયો,તા.૨
ભારતનાં ડિફેન્સ મીનીસ્ટર રાજનાથ સિંહે આજે જાપાનમાં પ્રધાનમંત્રી શિન્જો આબે સાથે ટોક્યોમાં મુલાકાત કરી હતી. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ વાર્ષિક રક્ષા મંત્રી સંવાદ માટે જાપાન પ્રવાસે ગયા છે. ટોક્યોમાં રાજનાથ સિંહે ફરજ દરમિયાન શહીદ થયેલા જાપાની એસડીએફ(સેલ્ફ-ડિફેન્સ ફોર્સીસ)નાં જવાનોનાં સન્માનમાં ફુલહાર કર્યા હતાં.
જાપાનીઝ પીએમ શિન્જો આબે સાથે મુલાકાત કર્યા બાદ રાજનાથ સિંહે પોતાનાં જાપાની સમકક્ષ તાકેશી લવેયા સાથે બેઠક કરી હતી. બન્ને સંરક્ષણ મંત્રીઓએ ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને સંબોધિત કરવા માટે દ્વિપક્ષીય વ્યવસ્થા અને ખાસ સામરિક અને વૈશ્વિક ભાગીદારીને વધૂ મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય બંધારણની કલમ ૩૭૦ રદ્દ કરવા મામલે જાપાનીઝ રક્ષા મંત્રી સાથે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી થતી કરાતી ચર્ચા અને સીમા પારથી ચાલતો આતંકવાગ એક સાથી ચાલી શકે નહિં.
અત્રે ઉલ્લેખનિય છે કે રાજનાથ સિંહ દ્વિપક્ષીય વાર્તા માટે જાપાન અને દક્ષિણ કોરિયાનાં પાંચ દિવસનાં પ્રવાસે ગયા છે. આ યાત્રા દરમિયાન તેઓ ભારત અને જાપાન વચ્ચે સામરિક અને વૈશ્વિક ભાગીદારીને વધૂ મજબૂત કરવાનાં કાર્ય પર ધ્યાન આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY