કોંગ્રેસ પાર્ટી માટે લડાઇ સરળ નથી

0
17

દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો ઉત્સાહ તેના બે નિર્ણયમાં જાઇ શકાય છે. કોંગ્રેસે જે બે મોટા નિર્ણય કર્યા છે તે પૈકી એક એ છે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર રહેશે. બીજી બાજુ રાહુલ ગાંધી જ ગઠબંધનનુ પણ નેતૃત્વ કરશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ સમય રહેતા જ તેના પત્તા ખોલી દીધા છે. આ બાબત દરેક રીતે ઉપયોગી પણ રહી છે. હવે તેને બીજી પાર્ટીઓ સાથે વાત કરવાની રહેશે. આના કારણે તેને વાત કરવામાં પણ સરળતા પડશે. અન્ય કોંગ્રેસ પાર્ટી સમર્થક મહત્વકાંક્ષી નેતાઓને પણ આ સંદેશો આપવાની જરૂર હતી કે લીડર તરીકે રાહુલ ગાંધી રહેશે. કોંગ્રેસ ગઠબંધનને લઇને કોઇ લડાઇ ન રહે તે બાબત અન્ય પાર્ટીઓ સુધી પહોંચાડવાની બાબત જરૂરી હતી. લોકસભા ચૂંટણીમાં આઠથી નવ મહિનાનો સમય રહ્યો છે ત્યારે તે પહેલા નવેમ્બર અને ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાનાર છે. ચૂંટણી રાજસ્થાન, મધ્યપ્રદેશ., સહિતના રાજ્યોમાં યોજાનાર છે. આના કારણે પણ કોંગ્રેસની સ્થતી વધારે સ્પષ્ટ બની જશે. કદાચ આ બાબત કોંગ્રેસના ધ્યાનમાં છે કે વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં મનમોહનસિંહના ચહેરાના કારણે પાર્ટીને પછડાટ મળી હતી. કોંગ્રેસ એ વખતે કોઇ સ્પષ્ટ ચહેરાને રજૂ કરી શકી ન હતી. રાહુલ ગાંધીની યોગ્યતાને લઇને કોંગ્રેસ પાર્ટીમાં પણ આત્મવિશ્વાસ ન હતો. વર્ષ ૨૦૧૮માં ચોક્કસપણે રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ વધેલો છે. તેમની રાજકીય સમજશÂક્ત પણ વધી છે. સૌથી મોટી બાબત એ પણ છે કે રાહુલ ગાંધી સારી રીતે મુદ્દાઓને રજૂ કરી રહ્યા છે. રાહુલ પોતે પણ આત્મવિશ્વાસ વધ્યો હોવાની વાત સ્વીકારી ચુક્યા છે. પરંતુ આટલા આત્મવિશ્વાસથી સત્તામાં પહોંચી શકાય નહી. કોંગ્રેસને અંદાજ છે કે તે ૧૫૦ સીટ સુધી પહોંચી જશે. સાથી પક્ષો બીજી ૧૫૦ સીટો જીતી જશે. આવી સ્થતીમાં તેમની સીટોની સંખ્યા ૧૫૦થી વધારે થઇ જશે. કોંગ્રેસમાં એવો આત્મવિશ્વાસ નથી કે તે ૨૦૦થી વધારે સીટ જીતી જશે. વર્ષ ૨૦૦૯માં સત્તામાં રહેતી વેળા કોંગ્રેસને ૨૦૬ સીટો મળી હતી. શુ કોંગ્રેસ માની ચુકી છે કે તેને ૨૦૬ સીટ પણ મળી શકે તેમ નથી. કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ટાર્ગેટ રાખવામાં આવ્યુ છે તે ખુબ ઓછુ છે. આના કારણે ભાજપના લોકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. કોંગ્રેસ પાર્ટીને વધારે મહેનતની જરૂર દેખાઇ રહી છે. બીજી બાજુ ગઠબંધનને વધારી દેવા અને મજબુત કરવાની બાબત કોંગ્રેસ માટે એક મોટા પડકાર તરીકે છે. કર્ણાટકમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા બાદ સરકાર બનાવનાર મુખ્યપ્રધાન કુમારસ્વામી જાહેરમાં રડી પડ્યા હતા જે તેના માટે સારા સંકેત નથી. કોંગ્રેસ પાર્ટી ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ગઠબંધન મારફતે સત્તામાં રહી છે. પરંતુ તેના સાથી પક્ષો મજબુત થઇ ગયા છે પરંતુ કોંગ્રેસ પાર્ટીની સ્થતી નબળી પડી રહી છે. કોંગ્રેસ પાર્ટી હવે મર્યાદિત પાર્ટી તરીકે બનતી જાય છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસને પોતાની સ્થતીને વધારે મજબુત કરવા માટે હળવુ વલણ અપનાવવુ પડશે. મજબુત ગઠબંધન માટે કોંગ્રેસ પાર્ટીને કેટલાક હિત છોડી દેવા પડશે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીને જમીની આધારને વધારે મજબુત કરવાની જરૂર છે. કોંગ્રેસની હાલત કેટલાક રાજ્યોમાં ખુબ કફોડી બનેલી છે. ૧૫૦ સીટ જીતવા માટેની ફોર્મ્યુલા આપનાર વરિષ્ઠ નેતા ચિદમ્બરમ જેવા લીડરોને વિચારણા કરવાની જરૂર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મોટા ભાગની રાજકીય પાર્ટીઓ કોંગ્રેસના મત બેંકમાં ગાબડા પાર્ટીને જ પોતાની સ્થતી મજબુત કરી છે. આવી સ્થતીમાં કોંગ્રેસ પાર્ટી જા વધારે સીટોને છોડીને ગઠબંધન કરવા માટે આગળ વધશે તો તેની હાલત વધારે ખરાબ થઇ શકે છે. બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં કોગ્રેસસ્થતી ખુબ નબળી રહેલી છે. સાથી પક્ષો કેટલીક સીટો જીતશે તે બાબત કરતા પોતે મહત્તમ કેટલી સીટો જીતી શકે છે તે બાબત પર કોંગ્રેસને કામ કરવુ પડશે. કોંગ્રેસ પાર્ટી સામે અનેક પડકારો રહેલા છે. આ તમામ પડકારોને પાર પાડવાની બાબત તેના માટે કોઇ રીતે સરળ નથી.કોંગ્રેસ પાર્ટીની સ્થતી છેલ્લા કેટલાક વર્ષોમાં અને ખાસ કરીને છેલ્લા ચાર વર્ષોમાં ખુબ કફોડી બની છે. વડાપ્રધાન તરીકે મોદી સત્તામાં આવ્યા બાદ ભાજપે તેમની લોકપ્રિયતા હેઠળ એકપછી એક રાજ્યો કોંગ્રેસ પાસેથી આંચકી લીધા છે. આ સિલસિલો હજુ જારી છે. કર્ણાટકમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી.તેમાં પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. કોંગ્રેસને નીચલા સ્તર પર સ્થતી સુધારવા માટે કામ કરવાની જરૂર છે. તેના માટે લડાઇ ખુબ પડકારરૂપ અને મુશ્કેલરૂપ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY