ઇસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ધરપકડ પછી પહેલીવાર સોમવારે કોન્સ્યુલર એક્સેસ મળ્યું. પાકિસ્તાનમાં ભારતીય ડેપ્યૂટી હાઈ કમિશનર ગૌરવ અહલૂવાલિયાએ ઈસ્લામાબાદમાં કુલભૂષણ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ક્યાં થઈ તે વિશેની કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે પહેલાં એવુ કહેવામાં આવ્યું હતું કે, આ મુલાકાત પાકિસ્તાની વિદેશ મંત્રાલય (ઈસ્લામાબાદ)માં થશે. ગૌરલ અહલૂવાલિયા અને કુલભૂષણ વચ્ચે અંદાજે અઢી કલાક મુલાકાત ચાલી હતી.
પાકિસ્તાને રવિવારે બીજી વખત કુલભૂષણને કોન્સ્યુલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેનો ભારતે સ્વીકાર કર્યો હતો. ૨૫ ડિસેમ્બર ૨૦૧૭એ જાધવની માતા અને પત્નીએ ઈસ્લામાબાદમાં તેની મુલાકાત કરી હતી.
પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદે રવિવારે કહ્યું હતું કે જાધવને વિયના કન્વેન્શન અંતર્ગત કોન્સ્યુલર એક્સેસ મળશે. તેમણે કહ્યું કે એક્સેસ આઈસીજેના નિર્ણય અને પાકિસ્તાનના કાયદા અંતર્ગત આપવામાં આવશે. અગાઉ પાકિસ્તાન સરકારે આઈસીજેના નિર્ણયના ૧૧ દિવસ બાદ કુલભૂષણને સશરત એક્સેસ આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારતે કહ્યું હતું કે ઈન્ટરનેશનલ કોર્ટના આદેશ મુજબ અમે જાધવ માટે ઝડપથી એક્સેસ ઈચ્છીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



