એલામક્કારા,તા.૬
ચાર મહિનાઓ સુધી સેલફોન સર્વિલાંસના કારણે કેરળના એલામક્કારા નિવાસી વી એદ્વૈતનું જીવન મુશ્કેલ બની ગયુ હતુ. તે વર્ષની શરૂઆતમાં જ કતારથી કેરળ શિફ્ટ થયો હતો જેથી તે પોતાની પત્ની અને બાળકો સાથે સુખ જીવન પસાર કરી શકે. જો કે તેવું બન્યુ નહી. પત્નીએ ઝગડા બાદ પોતાના એક મિત્રની મદદથી અદ્વૈતનો ફોન સર્વિલાન્સ પર લગાવી દીધો હતો જેથી તેની દરેક હરકતની જાણકારી તેને મળે. પોલીસે આ મામલે અદેવૈતની પત્નીનો મિત્રની ધરપકડ કરી છે.
હકીકતમાં અદ્વૈત અને તેની પત્નીનો કોઇ વાતે ઝગડો થઇ ગયો હતો જેના કારણે તે પોતાના બાળકને લઇને બે મહિના પહેલા પોતાના પિયર ચાલી ગઇ હતી. અદ્વૈત ત્યારે પરેશાન થઇ ગયો હતો જ્યારે તેની પત્ની વારંવાર કોલ કરીને તેની દરેક પ્રવૃત્તિની જાણકારી આપવા લાગી જેથી અદ્વૈતને નવાઇ લાગી. તે સમજી ન શક્યો કે આખરે આ કેવી રીતે શક્ય છે જ્યારે તેની પત્ની તેનાથી ૮૦ કિમી દૂર છે.
જો કે અદ્વૈતને શંકા હતી અને તેણે પોતાના એક મિત્રની મદદ લીધી જેનાથી જાણ થઇ કે તેના મોબાઇલ દ્વારા તેની જાસૂસી કરવામાં આવી રહી છે જે પછી અદ્વેતે પોલીસ ફરિયાદ નોંધાવી.
એલામક્કારા પોલીસે સાઇબર સેલની મદદથી તપાસ શરૂ કરી અને શનિવારે એક પ્રાઇવેટ બેન્ક કર્મચારી અને અદ્વૈતની પત્નીના બાળપણના મિત્ર એસ અજીતની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કતારથી કેરળ આવ્યા બાદ અદ્વૈત અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને તે પોતાના પિયર ચાલી ગઇ હતી. આરોપ છે કે ઘર છોડતા પહેલા અજીતની સલાહથી તેણે પોતાના પતિના ફોનમાં ટ્રેકવ્યૂ એપ ઇન્સ્ટોલ કરી હતી.
તેણે આ એપ હાઇડ કરી દીધી હતી જેથી અદ્વૈતને તેની જાણ ન થાય .તે આ એપની મદદથી અદ્વૈતની જાસૂસી કરવા લાગી. આ એપ તમારા સ્માર્ટફોનને મોબાઇલ સિક્યોરિટી સિસ્ટમ સાથે કનેક્ટ કરે છે અને તેમાં લોકેશન ટ્રેકિંગ અને વિડિયો-આૅડિયો મોનિટરિંગની સુવિધા હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


