ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે ૩ વર્ષની સજા

0
14

ન્યુ દિલ્હી,તા.૨૪
રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ ટ્રેનમાં મહિલાઓ સાથે થતી છેડતીની ઘટનાઓમાં ૩ વર્ષની સજાનો પ્રસ્તાવ આપ્યો છે. આરપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રેલવે અધિનિયમમાં શામેલ કરવા માટે આરપીએફ તરફથી પ્રસ્તાવિત નવી જાગવાઈમાં એક જાગવાઈ એ પણ છે કે ટ્રેનમાં મહિલાઓ સાથે છેડતી કરવાના ગુનામાં ૩ વર્ષની સજા થઈ શકે છે.
જા આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય છે તો એક મહિલા સાથે છેડતી માટે આઈપીસી હેઠળ અપાતી સજાની તુલનામાં રેલવે અધિનિયન હેઠળ સજા વધુ થઈ જશે. તમને જણાવી દઈએ કે આઈપીસી હેઠળ આવા આરોપીઓને એક વર્ષની સજાની જાગવાઈ છે. અધિકારીએ જણાવ્યુ કે ટ્રેનમાં મહિલાઓ સાથે વધતા ગુનાને જાતા આરપીએફે આને રેલવે અધિનિયમમાં શામેલ કરવા માટે કેટલીક જાગવાઈનો પ્રસ્તાવ મોકલ્યો છે.
જેમાં રાજકીય રેલવે પોલિસ (જીઆરપી) ની મદદ લીધા વિના આ પ્રકારના આરોપીઓને પકડવાનો અધિકાર તેમને આપવામાં આવે. અધિકારી અનુસાર આ જાગવાઈ આપવા માટે સૌથી ખાસ કારણ એ છે કે ઝડપથી કાર્યવાહી કરી શકાય અને જીઆરપીની મદદ લેવી ન પડે. આરપીએફે પોતાના તરફથી આ જાગવાઈને શામેલ કરવા માટે મોકલી દીધુ પરંતુ હવે જાવાનું એ છે કે શું રેલેવે આ પ્રસ્તાવને મંજૂર કરે છે કે નહિ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY