મુંબઈ/ઢાકા,તા.૨૪
ધરખમ અભિનેતા ઇરફાન ખાનની બાંગ્લાદેશમાં બનેલી ફિલ્મ ડૂબ- નો બેડ આૅફ રાઝિસને ૨૦૧૯ના ઓસ્કાર એવોર્ડ માટેની સત્તાવાર એન્ટ્રી જાહેર કરવામાં આવી હતી.
ઇરફાન ખાન હાલ લંડનમાં મગજમાં કેન્સરની ગાંઠની સારવાર લઇ રહ્યો છે. વેરાયટી ડાટ કોમના એક રિપોર્ટ મુજબ બાંગ્લાદેશની ઓસ્કાર સમિતિએ આ ફિલ્મને ઓસ્કારની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં એન્ટ્રી તરીકે મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
ઇરફાન આ ફિલ્મનો સહનિર્માતા પણ છે. આ ફિલ્મમાં એ એવા પ્રૌઢ ફિલ્મ સર્જકનો રોલ કરે છે જે પોતાની પુત્રીની બાળપણની દોસ્તને મળે છે ત્યારે એક કટોકટી સર્જાઇ જાય છે.
ઇન્ડો બાંગ્લાદેશ સહયોગથી બનેલી આ ફિલ્મની કથા મુસ્તફા સરવર ફારુખીએ લખી છે. એમાં ઇરફાનની પત્નીનો રોલ રુકૈયા પ્રાચીએ, ઇરફાનની પુત્રીનો રોલ નુસરત ઇમરોઝ ટીશાએ અને પુત્રીની દોસ્તનો રોલ પર્ણો મિત્રાએ ભજવ્યો છે.
બાંગ્લાદેશે આ ફિલ્મ પર એવા બહાને બૅન લાદ્યો હતો કે એ જગપ્રસિદ્ધ બાંગ્લાદેશી ફિલ્મ સર્જક અહમદના જીવનની સાચુકલી કથા રજૂ કરીને વિવાદ સર્જવા માગે છે. અહમદે પોતાનાથી ૩૩ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરીને વિવાદ સર્જ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




