ટ્રેનની અડફેટે મહાકાય આખલાનું મોત

0
189

ભરૂચ ના નંદેલાવ રોડ પર આવેલ આશ્રય સોસાયટી પાસે રનિંગ ટ્રેન ની અડફેટમાં આવી જતાં ઈજાઓને લીધે એક મહાકાય આખલા નું મોત નીપજ્યું હતું.

ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ આશ્રય સોસાયટીની સામેના રેલ્વે પાટા પર એક મહાકાય આખલો ઘૂસી જતાં ગાંધીધામ બાંદ્રા ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે આખલો મહાકાય હોઈ રેલ્વે કર્મીઓ દ્રારા તેને ભારે જહેમત બાદ પાટા પરથી બહારની સાઈડ પર લાવવામાં આવ્યો હતો.

બનાવની જાણ રેલ્વે વિભાગ દ્રારા જીવદયા પ્રેમીઓને કરાતા વોર્ડન આશિષ શર્મા,અનિલ મહેતા,અને ઉમેશ પટેલ સહિત જગ્યા પર પહોંચી જોતા આખલાનું મોત નીપજ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આશ્રય સોસાયટીની સામે આવેલ રેલ્વે ટ્રેકનો ભાગ ખુલ્લો હોઈ અહીંયા કપાઈ જવાના બનાવ પણ બન્યા છે. ત્યારે આજે આ મહાકાય આખલાના કારણે પેસેન્જર ટ્રેનને કઈ થાત તો તેની જવાબદારી કોની…? આ એક ચિંતાનો વિષય છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY