દેશમાં સૌપ્રથમ વખત ચાર વર્ષની બાળકીની ખોપડીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ

0
5

પૂણે,તા.૧૦
ભારતના પુણે શહેરમાં પ્રથમ વખત સ્કલ (ખોપડી) ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળ થઈ છે. ડોક્ટરોએ ૪ વર્ષની બાળકીની ૬૦ ટકા ડેમેજ થયેલી ખોપડીની જગ્યાએ ત્રણ-ડાયમેન્શનલ ઇન્ડીવિઝ્યુલાઇઝ પોલિથિન બોન લગાવ્યુ છે. આ એક પ્રકારનાં હાડકું છે જે અમેરિકા સ્થિત એક કંપનીએ બનાવ્યા છે. તેની લંબાઇ અને આકાર ડેમેજ સ્કલના બરાબર હતો.
જે બાળકીની ખોપડીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેના કારણે તેની ખોપડી ડેમેજ થઈ ગઇ હતી. તેને બે મોટી સર્જરી પછી હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. તેને આ જ વર્ષે ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને ૧૮મે તેની ખોપડીની ટ્રાન્સપ્લાંટની સર્જરી થઈ હતી. બાળકીની માતાએ જણાવ્યું કે તે શાળામાં પણ જાય છે અને મિત્રો સાથે રમે પણ છે. તેના પિતા સ્કુલ બસના ડ્રાઈવર છે.
બાળકીની સારવાર કરનાર ભારતી હોસ્પિટલના ડોક્ટર જિતેન્દ્ર ઓસ્વાલે જણાવ્યું કે અકસ્માતની અસર ખૂબ જ ઘાતક હતી. તેને અચેત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામી આવી હતી. તેના માથાના ભાગમાંથી ખૂબ જ લોહી નીકળી રહ્યુ હતું. જેના પછી તેને તાત્કાલીક વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે તેની ખોપડીના પાછળના હાડકાંમાં ફ્રેક્ચર થયુ છે.
આ હાડકાંને ઓપ્તિકલ સ્કલ કહેવાય છે. જેની અસર મગજ પર પડે છે. તેના કારણે મગજમાં પ્રવાહી પદાર્થો એટલે કે એડીમાનું વધુ સંગ્રહ થાય છે. જ્યારે દાખલ થયાના ૪૮ કલાક પછી પણ પરિસ્થિતિમાં સુધારો જાવા ન મળ્યો, તેથી ફરીથી સીટી સ્કેન કરવામાં આવ્યું જેમાં એડિમા વિશે જાણવા મળ્યું હતું. કૃત્રિમ વેન્ટિલેશન અને મેડિકલ થેરેપી આપવામાં આવી પરંતુ એડિમા ઓછું ન થયું. જેના પછી સર્જરી કરવી પડી. સર્જરી પછી બાળકીની Âસ્થતિમાં સુધરો જાવા મળ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY