એસઓજીના દરોડા : ૫૨૮ કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો

0
22

જામનગર,તા.૧૦
શહેરના લીંડી બજાર ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી નકલી ઘી બનાવાનો કારોબાર ચાલી રહ્યો હતો. જેની જાણ થતાં જામનગર ર્જીંય્ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને ૫૨૮ કિલો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે ૨ આરોપીઓની ધરપકડ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના લીંડી બજાર ચાર રસ્તા પાસે મહમદ સીદીક હારૂનભાઇ ઓસમાણ અને અમીન હારૂનભાઇ ઓસમાણભાઇ કાસ બન્ને પોતાના ઘરે છેલ્લા ઘણા સમયથી વનસ્પતિ ઓઈલ અને પામ ઓઇલની મિલાવટ કરીને નકલી ઘી બનાવતા હતા.
જેની જાણ થતાં જામનગર ર્જીંય્ પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓને ભેળસેળયુક્ત ૫૨૮ કિલો નકલી ઘી, ૪૪ કીટલા, પામ તેલના ૭ ડબ્બા, વનસ્પતિ ઓઈલના ૧૯ ડબ્બા, વનસ્પતિ ઓઇલના ૫ બોક્સ મળી આવ્યા હતા.
આ સાથે જ સાધનસામગ્રી મળીને ૩ લાખ ૩૭ હજાર ૪૭૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ૨ આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે હવે પોલીસે મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY