ટ્રેનની લાંબા રૂટની ટિકિટ પણ મોબાઈલ એપથી બુક થઈ શકશે

0
51

અમદાવાદ,તા.૨૨
વેસ્ટર્ન રેલવે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે લોન્ચ થયેલી અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમને જબ્બર પ્રતિસાદ મળતાં હવે તેની સુવિધામાં વધારો કરાયો છે. આ એપથી હવે દૂરના લાંબા રૂટની ટિકિટ પણ મેળવી શકાશે.
૧૭મીએ આ સેવા માત્ર વેસ્ટર્ન રેલવેની હદમાં આવતા નજીકના રૂટ માટેની છે. હવે ૫૦૦ કિલોમીટરથી વધારેની મુસાફરી માટે પણ યુટીએસ એપથી ટિકિટ ખરીદી શકાશે. તેથી દિલ્હી જનારા મુસાફરો પણ હવે આ એપનો ઉપયોગ કરી શકશે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર દરરોજ અંદાજે ૮૦,૦૦૦થી વધુ મુસાફરો અવરજવર કરે છે અને ૩૫,૦૦૦થી વધુ અનરિઝર્વ ટિકિટનું વેચાણ થાય છે. રોજની ૮,૦૦૦થી વધુ પ્લેટફોર્મ ટિકિટનું પણ વેચાણ થાય છે. ૩૦૦થી વધુ સિઝન પાસ નીકળે છે અને ૪૦થી ૫૦ લાખની અનરિઝવર્ડ ટિકિટની આવક થાય છે.
જાકે પ્રવાસીએ યુટીએસ એપના આ વોલેટમાં પૈસા રાખવા પડશે અને જા વોલેટમાં પૈસા પૂરા થઈ જાય તો દરેક રેલવે સ્ટેશનની બુકિંગ વિન્ડો ઉપરથી એપમાં પૈસા જમા કરાવી શકાશે. આ એપમાં મિનિમમ બેલેન્સ રૂ. ૧૦૦ રાખવાનું રહે છે. આ એપમાં પૈસા જમા કરાવીને રિચાર્જ કારવ્યા બાદ મુસાફરે સ્ટેશનની બહાર જઈને ટિકિટ એપ દ્વારા ખરીદવી પડશે.
જે તે રેલવે સ્ટેશનના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારથી જ એપ પર ટિકિટ બુક થઈ શકે છે. ગઈ કાલથી આ સેવામાં વધારો થતાં હવે માત્ર વેસ્ટર્ન રેલવે જ નહીં, લાંબા રૂટની અનરિઝર્વ્ડ ટિકિટ દિલ્હી સુધીની પણ મેળવી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY