અમદાવાદ,તા.૨૨
અમદાવાદના રાજપથ ક્લબમાં કિશોરીઓને પટ્ટાથી ફટકારવાના કેસમાં વીડિયો ઉતારનાર વ્યકિતની ઓળખ થઇ ગઇ છે. વીડિયો ઉતારનાર અન્ય કોઇ નહીં પરંતુ એક ક્લબ મેમ્બરની ૧૪ વર્ષની કિશોરી હતી.
આ મામલે ક્લબે પહેલા જ કોચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે ક્લબ તરફથી ક્લબની અંદર ગત ૧૮ તારીખના રોજ એક જાહેર નોટિસ લગાવવામાં આવી હતી.
નોંધનીય છે કે રાજપથ ક્લબ તથા સ્વિમિંગના શીખનાર વિદ્યાર્થીઓના વાલીઓએ પહેલા કોચની તરફેણ કરી હતી. બાદમાં મીડિયા તેમજ અન્ય લોકોનું દબાણ વધ્યા બાદ કોચને સસ્પેન્ડ કરી દીધો હતો. બાદમાં ક્લબને એવું લાગ્યું કે હવે તેના નીચે રેલો આવશે ત્યારે તેમણે કોચ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
ગયા અઠવાડિયે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાજપથ ક્લબની સ્વિમિંગના કોચ હાર્દિક પટેલ સ્વિમિંગના શીખતી કિશોરીઓને વ્હિસલની દોરીથી ફટકારી રહ્યો હોય તેવું દેખાય છે. આ વીડિયોથી હોબાળો મચી ગયો હતો. આ હોબાળો થતાં રાજપથ ક્લબે સ્વિમિંગના કોચ હાર્દિક પટેલને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો કેટલાક વાલીઓએ વિરોધ પણ કર્યો હતો. જાકે, અંતે આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




