ગાંધીનગર,તા.૨૨
ગુજરાતમાં હાલમાં સૌથી મોટો મેળો ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. જ્યાં ૩૦ લાખ પદયાત્રિકો પહોંચે તેવી સંભાવના છે. મા અંબાનું ધામ હાલમાં યાત્રિકોથી ઉભરાઈ રહ્યું છે. પગ મૂકવાની પણ અંબાજીમાં જગ્યા નથી. લાખો લોકો દરરોજ ચાલીને અંબાજી પહોંચી રહ્યાં છે. અંબાજી તરફ જતા તમામ માર્ગો પદયાત્રિકોથી ઉભરાઈ રહ્યાં છે ત્યારે પદયાત્રિકો માટે ખરાબ સમાચાર એ છે કે, ઉનાળો આકરો બન્યો છે. પદયાત્રિકો લાખોની સંખ્યામાં હાલમાં ધોખધમતી ગરમીમાં ચાલી રહ્યાં છે. રાત્રે ઠંડીનો માહોલ અને દિવસે ગરમીને પગલે બિમારીમાં સપડાઈ શકે છે. ૨થી ૩ દિવસ આકરી ગરમી પડવાની સંભાવના છે. આ ગરમીમાં યાત્રિકોએ અંબાજી પહોંચવું પડશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે ગરમી પડવાની સંભાવના છે. આમેય બનાસકાંઠા અને સાબરકાંઠા અને મહેસાણામાં ગરમીનો પારો ઊંચો રહેતો હોય છે. આ સમયે ભાદરવામાં આકરી ગરમી પડતાં પદયાત્રિકોને સમસ્યા પડી શકે છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ભાદરવા માસમાં વૈશાખ જેવી અકળાવનારી ગરમી પડી રહી છે. ૩૮.૭ ડિગ્રી સાથે અમદાવાદમાં સપ્ટેમ્બર માસ દરમિયાન છેલ્લા ૧૦ વર્ષનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ ભૂજ ૪૦.૨ ડિગ્રી સાથે રાજ્યનું ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું. અમદાવાદમાં સપ્ટેમ્બર માસ દરમિયાન પારો ૩૮.૭ ડિગ્રીએ પહોંચ્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે. ૨૯ સપ્ટેમ્બર ૧૯૫૧ના અમદાવાદમાં ગરમીનો પારો ૪૧.૭ ડિગ્રીએ પહોંચ્યો હતો, જે ઓલટાઇમ રેકોર્ડ છે. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે.
જાકે, મોડી રાત્રે ઠંડકથી બેવડી સિઝન અનુભવાઇ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



