ભરૂચના ચકચારી ટ્રિપલ હત્યાકાંડના આરોપીને ભરૂચ કોર્ટમાં રજૂ કરાયો

0
587

દેવું વધી જતાં પત્ની સહિત બે માસૂમ બાળકોની હત્યા કરી હોવાની કબૂલાત.

ભરૂચ:

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગકૃપા બંગલોઝમાં ગત દિવસોમાં એક મહિલા સહિત બે માસૂમ બાળકોની હત્યા કરનાર ઇસમને સી ડિવિઝન પોલીસ દ્રારા આજ રોજ ભરૂચની કોર્ટમાં રજૂ કર્યો હતો. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગકૃપા સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી કરતા જગદીશ સોલંકી પોતાના ઘરે પત્ની અને સંતાનો સાથે રહેતા હતા તે દરમિયાન જગદીશ સોલંકીએ પોતાની પત્ની વંદના, સાત માસની બાળકી રૂપાલી અને બે વર્ષના બાળક વેદાંતને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી અને ત્યાર બાદ પોતે પણ ગળે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ આજ રોજ સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં જગદીશ સોલંકીને સી-ડિવિઝન પોલીસ દ્રારા ભરૂક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભરૂચ કોર્ટ દ્રારા આરોપી જગદીશ સોલંકીને ભરૂચ સબ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો છે. આ ઘટના અંગે જગદીશ જોડે વાત તણે જણાવ્યું હતું કે શેર બઝાર અને બીજા અન્ય જગ્યાઓ પર દેવું વધી જતાં અને પોતાની પાસે લોકોને આપવા માટે રૂપિયા પણ ના હોઈ તેણે આ પગલું ભર્યું હોવાનું કબુલ્યું હતું. તને અફસોસ છે કે નહીં…? જોકે આ સવાલ પૂછતાં જ જગદીશ પોક મૂકીને રડી પડ્યો હતો.
પત્ની અને બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારનારને પણ સખતમાં સખત સજા થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે જે આવનાર સમયે સમાજમાં ઉદાહરણ રૂપી બની રહે.

     

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY