પત્રકાર લેખર બોબ વુડવાર્ડેના પુસ્તકમાં દાવો
વોશિંગ્ટન,તા.૧૨
પ્રખ્યાત અમેરિકન પત્રકાર લેખક બોબ વુડવાર્ડે પોતાની નવી પુસ્તકમાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે કૈંપ ડેવિડમાં ડિનર કરવા માગતા હતાં અને તેના થકી યોગ્ય તાલમેલ બનાવવા માંગતા હતા. પરંતુ એવું ન થઇ શકયુ. કૈંપ ડેવિડ અમેરિકી રાષ્ટ્ર્પતિનો એક ખૂબસૂરત રિસોર્ટ છે.
રાષ્ટ્ર્પતિ ટ્રમ્પે પુસ્તક ‘ફિયરઃ ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસ’ને મજાક ગણાવીને ફગાવી દીધી છે. આમાં કેટલીય એવી વાતોને ઉજાગર કરાઇ છે જેને લઇ વિવાદ ચાલુ છે. આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી અંગે જણાવાયું છે. પુસ્તકના મતે અમેરિકાના રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર તરીકે વર્ણવ્યા છે તો બીજીબાજુ અફઘાનિસ્તાનથી અમેરિકાને કંઇ મળ્યું નથી. આ સિવાય પણ મોદી-ટ્રમ્પ સાથે જોડાયેલી ઘણી બધી વાતોનો ઉલ્લેખ થયો છે.
વુડવાર્ડે પોતાના પુસ્તક ‘FEAR: Trump In White House’માં ટ્રમ્પના હવાલે કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા એક મિત્ર છે, તેમણે કહ્યુ, હું તેમને ખૂબ પસંદ કરું છું. જો કે આ પુસ્તકમાં ટ્રમ્પને અરાજક, અસ્થિર ગણાવ્યાં છે તેના કારણે ઘણાં વિવાદો પણ છે. વ્હાઇટ હાઉસની તરફથી આ પુસ્તકને સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




