અમરોહા,તા.૨૧
ઉત્તર પ્રદેશના અમરોહામાં ખાનગી બસનું ટાયર ફાટરા મોટી દુર્ઘટના ઘટી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં પાચ મુસાફરોના મોત થયા છે જ્યારે ૪૦થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટના ડિડોલી કોતવાલી વિસ્તારના સમ્ભલ માર્ગ ઉપર બની છે. ઇજાગ્રસ્તોને બચાવવા માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના ડિડોલી કોતવાલી વિસ્તારમાં જાયા સમ્ભલ માર્ગ ઉપર થઇ છે. જ્યાં સમ્ભલ તરફ જઇ રહેલી ખાનગી ડગ્ગામારા બસનું ટાયર પલોલા ગામ પાસે ફાટ્યું હતું. જેના પગલે બસ પલટી ખાઇ ગઇ હતી. બસમાં સવાર પાંચ યાત્રીઓના મોત થયા છે. જ્યારે ૪૦થી વધારે લોકો ઘાયલ થયાની પુષ્ટી જનપદના પોલીસ અધિક્ષકે કરી છે. જાકે મૃતકોની સંખ્યા વિશે કોઇ નક્કર પુષ્ઠી થઇ નતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ૫ યાત્રીઓના મોત થયા છે જ્યારે બધા જ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે મદદ માટે પહોંચી ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



