‘છોકરીઓએ ક્યારેય કોઈ ક્ષેત્રમાં પીછેહઠ ન કરવી જોઈએ’

0
134

18 વર્ષની ઉંમરે PHD કરી રહેલી નૈનાને IAS ઓફિસર બનવું છે

હૈદરાબાદની રહેવાસી નૈના જૈસ્વાલ પોતાની ઉંમરના યુવાનોને પાછળ છોડીને ઘણી આગળ નીકળી ચૂકી છે. નૈના 8 વર્ષની ઉંમરે 10મું પાસ કરીને તેમજ 18 વર્ષની ઉંમરે પીએચડીમાં પ્રવેશ મેળવીને એશિયાની પ્રથમ યુવતી બની છે. અને હવે તેનું સ્વપ્ન IASઓફિસર બનવાનું છે. નૈનાએ હૈદરાબાદ જતા પહેલા વાતચીત કરતા જણાવ્યું કે તે આંધ્રપ્રદેશની આદિ કવિ નનૈયા યુનિ.માંથી ‘રોલ ઓફ વિમન ઈન માઈક્રો ફાઈનાન્સ’ પર પીએચડી કરી રહી છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટેનિસમાં સિદ્ધિ પ્રાપ્ત કરનારા નૈના કહે છે કે પડકારોને હંમેશા મેં આવકાર્યા છે અને હું અન્ય યુવતીઓને પણ સલાહ આપું છું કે પડકારોનો સામનો કરીને સામનો કરીને હંંમેશા આગળ વધવું જોઈએ. નૈનાએ અત્યારસુધી સ્ત્રીઓની સુરક્ષા તેમજ બાળકીઓ પ્રત્યે જાગૃતતા આવે તેને લઈને ભારત સહિત યુએસના ૬ રાજ્યો તેમજ દુબઈમાં અનેક સેમિનાર યોજ્યા છે.નૈનાએ ટેબલ ટેનિસમાં અત્યાર સુધી 15 ગોલ્ડ, 12 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. નૈનાએ 13 વર્ષની ઉંમરે જર્નાલીઝમમાં બેચલર ડિગ્રી તેમજ 15 વર્ષની ઉંમરે પોલિટીકલ સાયન્સમાં ઉચ્ચ ડિગ્રી મેળવેલ છે. આ વિશે વાત કરતા નૈના કહે છે કે પહેલેથી મારુ લક્ષ્યાંક IAS ઓફિસર બનવાનું જ હતું અને તેના માટે વાતચીતમાં કુશળતા તેમજ રાજકીય જ્ઞાાન હોવું ખૂબ જરુરી છે જેથી જર્નાલીઝમ અને પોલિટીકલ સાયન્સ વિષય પસંદ કર્યો હતો. ગુગલ બોય અગત્સ્ય નૈનાની જેમ તેનો નાનો ભાઈ અગત્સ્ય પણ તેના પગલે ચાલી રહ્યો છે.અગત્સ્યને ગુગલ બોય તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તેણેે ૨ વર્ષની ઉંમરે ૩૦૦ પ્રશ્નોના જવાબ તેમજ ૬ વર્ષની ઉંમરે ૩૦૦૦ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.અગત્સ્યને પણ નૈનાની જેમ ભગવદ ગીતાના ૧૦૮ શ્લોક કંઠસ્થ છે. તેમજ બંને ભાઈ-બહેન પોતાના બંને હાથે લખી શકે છે. અગત્સ્ય ૧.૭૨ સેકન્ડમાં એબીસીડી લખી દે છે. જંકફૂડ અને મોબાઈલથી આજસુધી દૂર રહ્યા છે નૈના કહે છે કે હું ૧૮ વર્ષની થઈ પરંતુ આજસુધી અમે જંકફૂડ ખાધુ નથી.અને મારી પાસે પોતાનો મોબાઈલ નથી.આજના યુવાનોના હાથમાં પુસ્તકોને બદલે મોબાઈલ વધુ હોય છે જ્યારે અમે હંમેશા પુસ્તકોને મહત્વ આપ્યું છે.મારા મત પ્રમાણે મોબાઈલ ફક્ત સમય બગાડવાનું સાધન છે. પાંચ ભાષાઓમાં વાતચીત કરી શકુ છું નૈના જણાવે છે કે હું હિન્દી, અંગ્રેજી, તેલુગુ,ઉર્દૂ તેમજ ચાઈનીઝ ભાષામાં વાતચીત કરી શકું છું. આ સિવાય બંગાળી અને મરાઠી ભાષા સમજી શકું છું. ભણતરની સાથે સાથે નૈના સારી ગાયક તેમજ પિયાનો વગાડવાની ટ્રેનિંગ લઈ રહી છે. નૈના જણાવે છે કે મને જોઈને ઘણા લોકો કહે છે કે તને જમવાનું બનાવતા નહીં આવડતુ હોય પરંતુ હું હૈદરાબાદી બિરયાની ૨૫ મિનીટમાં બનાવી શકું છું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY