જે પણ ઘટના બની તે શરમજનક,પાપીઓ બચશે નહિ : નીતિશ કુમાર

0
39

દેશભરમાં ગૂંજેલા રેપ કાંડ પર બિહારના મુખ્યમંત્રીએ આખરે મૌન તોડ્યુ
પટણા,તા.૩
બિહારના મુઝ્ઝફરપુરમાં શેલ્ટર હોમમાં રહેતી ૩૪ બાળકીઓ પરના રેપ કાંડના પડઘા આખા દેશમાં પડ્યા છે ત્યારે પહેલી વખત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મૌન તોડ્યુ છે.
શુક્રવારે એક કાર્યક્રમમાં નીતીશ કમારે કહ્યું હતું કે જે પણ ઘટના બની છે તે શરમજનક છે, મને શરમ આવી રહી છે, બિહાર સરકાર ઈચ્છે છે કે સીબીઆઈ તપાસ કરે અને તપાસને હાઈકોર્ટ દ્વારા મોનીટર કરવામાં આવે.ખબર નહી કયા પ્રકારના માનસિકતા ધરાવતા લોકો સમાજમાં રહે છે.આ કાંડ સિસ્ટમની ખામીના કારણે સર્જાયો છે.આ પાપ છે.
નીતીશે કહ્યું હતું કે સીસ્ટમને મજબૂત બનાવવી પડશે.જેથી આવી ઘટના ફરી ના બને.હું વિશ્વાસ અપાવું છું કે ફરી આવુ નહી થાય.જ્યાં સુધી હું સરકારમાં છઉં ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાનુ રાજ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ કાંડમાં મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર હાલમાં જેલમાં છે.પોલીસે શેલ્ટર હોમને સીલ કરેલુ છે.
મુઝફ્ફરપુરમાં અનાથ બાળકીઓ માટે બનાવવામાં આવેલા આશ્રય ગૃહમાં ૩૪ છોકરીઓ સાથે બળાત્કાર કરવામાં આવતા હોવાનું સામે આવતા દેશભરમાં સનસનાટી મચી જવા પામી છે. આ મામલે ત્રણ બાળકીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ બહિલા બાળ ગૃહનું સંચાલન બ્રજેશ ઠાકુરની એનજીઓ કરે છે. ઠાકુર એક નાનું સમાચાર પત્ર પણ ચલાવે છે જેનું નામ ‘પ્રાતઃ કમલ” છે. આ ઘટના બાદ વિરોધ પક્ષો નીતીશ કુમાર પર માછલા ધોઈ રહ્યાં છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY