ઉલેમાં અખતર રઝાખા અઝહરી જન્નતનશીન થયા

0
45

ઉલેમાં અખતર રઝાખા અઝહરીનું ઈસ્લામની મહાન હસ્તી અને મુસ્લીમોના આગેવાન અોેલામા અખતર રઝા ખા અઝહરીનું ગઈકાલે સાંજે મગરીબની નમાઝ બાદ ઈંતેકાલ (મૃત્યુ) થઈ જતા ઉપલેટા સ્વયંભૂ બંધ

ઉપલેટા: સમસ્ત મુસ્લિમોના આગેવાન હસતી એવા ઉલેમાં અખ્તર રઝા અઝહરીનું ગઈકાલે સાંજે મગરીબની નમાઝ બાદ ઈંતેકાલ (મૃત્યુ) થઈ જતા આખા વિશ્વમાં મુસ્લિમ સમાજમાં ગમગીની ફેલાઈ ગયેલ છે. વિશ્વમાં લાખો લોકો તેઓના મુરિદ (અનુયાયીઓ) છે. તેમા ઉપલેટા શહેરમાં મુસ્લિમો પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોક પાડેલ છે. તમામ મદ્રેસા શાળાઓ પણ બંધ રાખેલ છે. શેરે કાઝી બીલાલ સાહેબ, ઝાહીદ હુશૈન સાહેબ, વેપારી હાજી હનીફ કોડી, શાહનવાઝ બુખારી, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપલેટા શહેરના ગાભા બજાર, ઝીકરીયા ચોક, પંચહાડી ચોક, ભાદર રોડ પર ના વિસ્તારમાં આવેલી મુસ્લિમ સમાજના લોકોની દુકાનો સ્વૈચ્છીક રીતે સજ્જડ બંધ રાખી આવી પડેલા શોકમાં જોડાયા હતા. ઉપલેટા શહેરના મુસ્લિમ સમાજના લોકો નીકળેલી આ બંધની રેલીમાં સ્વૈચ્છિક જોડાયા હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598 7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY