ઉપલેટા: આજરોજ તા. 22/7/2018 ને રવિવારના રોજ ઉપલેટા શહેરના બાવલા ચોકમાં આવેલ સર ભગવતસિંહજી કન્યાશાળાના મેદાનમાં લોકો વધુને વધુ વૃક્ષો વા તા થાય તેવા હેતુથી નવરંગ નવરંગ કલબ, રાજકોટ અને ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સ્વ: ગોવિંદભાઈ સુવાની સ્મૃતિમાં તેના પરિવારજનોના સહયોગ દ્વારા 70 % રાહતભાવથી ફળાઉ રોપા, કલમી રોપા, દેશી કુળના વૃક્ષોના રોપા, ગુલાબ જેવા અનેકવિધ ફૂલોના રોપાનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું હતું. તેમજ શુદ્ધ મધ, તમામ ઓર્ગેનિક વસ્તુઓ તથા શાકભાજીના બિયારણ રાહતભાવે આપવામાં આવ્યા હતા. રોપા વિતરણનું આયોજન સવારે 9 થી બપોરે 1 સુધી કરવામાં આવ્યું હતું, જોકે રોપા લેવા માટે લોકોની ભીડ એટલી હતી કે 11:00 વાગે તમામ રોપઓ ખલાસ થઈ ગયા હતા. આ આયોજનને સફળતા અપાવવા રાજકોટ નવરંગ નેચર કલબ તથા ઉપલેટા શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા, નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ સુવા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






