દુનિયાભરમાં લીઅોનીડસ ઉલ્કાવર્ષાનો અદ્ભૂત અવકાશી નજારો જોવા મળશે

0
69

આજે રાત્રિથી આકાશમાં લીઅોનીડ્સ ઉલ્કા વર્ષાનો અદ્ભૂત નજારો
સુરત, તા.૧૪
દુનિયાભરના લોકોએ અોક્ટોબરમાં ડેક્રોનીક્સ અને અોરિયોનીડસ ઉલ્કા વર્ષાની આતશબાજી તથા તા.૧-૨ નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો બુધવાર તા.૧૪મી નવેમ્બરથી તા.૨૦ નવેમ્બર દરમ્યાન લીઅોનીડસ ઉલ્કા વર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્ના છે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાંખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજ્યના વિજ્ઞાનપ્રેમીઅોને અવકાશી ઉલ્કા વર્ષાનો અદ્ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યુ છે. ઉલ્કા વર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ અમદાવાદ ખાતે પસંદગી કરવામાં આવેલ છે.
‘જાથા’ના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં તા.૧૪મી થી ૨૦ દરમ્યાન સિંહ રાશિની લીઅોનીડસ ઉલ્કા વર્ષા સ્પષ્ટ અદ્ભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧૫ થી ૫૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કા વર્ષા દિવાળીની આતશબાજીના દૃશ્યો જેવી અવકાશમાં જાવા મળે છે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગિ્નના બિહામણા દૃશ્યો જાઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જાવા મળે છે. સિંહની ઉલ્કા વર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જાડવામાં આવે છે. ઉલ્કાઅોનું કેન્દ્રબિન્દુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.
વધુમાં પંડ્યા જણાવે છે કે લીઅોનીડસ ઉલ્કા વર્ષાનો વરસાદની મહત્તમ શુક્રવાર-શનિવાર તારીખ ૧૬-૧૭ નવેમ્બરે અવકાશમાં જાવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જાઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૧૫ વખત ઉલ્કા વર્ષા અવકાશમાં જાવા મળે છે. આ ઉલ્કા વર્ષાઅો પાછળ ધૂમકેતુઅો કારણભૂત છે. સૌર મંડળમાં એવા પણ ધૂમકેતુઅો છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઅોનું સતત વિસર્જન થતું રહેતુ હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુïની દિશા જાળવી રાખે છે. આ રીતે જાઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઅો પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઅો સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઅો સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગિ્ન સ્વરૂપે અવકાશમાં જાવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર અોર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોîધ રાખે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY