અોટો રિક્ષા ચાલક ઘરેણાં ભરેલા થેલા સાથે ફરાર
સુરત, તા. ૧૪
ગલેમંડી ચાર રસ્તાથી દિલ્હીગેટ ચાર રસ્તા વચ્ચે આધેડ મહિલાનો સોના-ચાંદી ભરેલો થેલો રિક્ષા ચાલક લઈને ફરાર થઈ ગયો હોવાનો બનાવ મહિધરપુરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટ્રાફિક જામ હોવાને કારણે રિક્ષા આગળ નહીં ઉભી રાખી ૪.૨૬ લાખની મતાનો સોના ચાંદીનો થેલો લઈને અજાણ્યો રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભરૂચ જિલ્લાના રહેવાસી ચંદ્રીકાબેન હરીશભાઈ પરીખ ગત તા.૪થી નવેમ્બરના રોજ સાંજના સુમારે સુરત ખાતે આવ્યા હતા અને સી જ્વેલર્સને ત્યાં આપેલા સોના ચાંદીના દાગીના એક થેલામાં મૂકી અોટો રિક્ષામાં બેસી રેલવે સ્ટેશન તરફ આવતા હતા. ત્યારે ૬૯ વર્ષની આધેડ મહિલાએ ગલેમંડી પાસે કઠોળ વેચતી એક મહિલા પાસે કઠોળ લેવાનું રિક્ષા ચાલકને જણાવ્યું હતું. રિક્ષામાં સોના ચાંદીનો થેલો મૂકીને નીચે ઉતર્યા બાદ રિક્ષા ચાલક રૂ.૪.૨૬ લાખની મતાનો થેલો લઈને ફરાર થઈ ગયો હતો. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




