પાકિસ્તાન આતંકને આશરો આપવાને બદલે તેને ખતમ કરે : જાપાન

0
80

યુએન,તા.૨૮
દુનિયાના દેશોથી અલગ-થલગ થયેલા પાકિસ્તાનને વધુ એક ઝાટકો લાગ્યો. અમેરિકા, ચીન અને ફ્રાંસની ફટકાર બાદ જાપાને પણ પાકિસ્તાનના કાનમાં લોહી નિકળે તેવા પ્રહાર કર્યા છે. જાપાનના વિદેશ પ્રધાન કોનો તારોએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન આતંકવાદને પનાહ આપવાના બદલે આતંકવાદનો ખાત્મો કરે.
જાપાને આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારતને સમર્થન આપ્યુ. જાપાને પુલવામા હુમલાની પણ નિંદા કરતા જણાવ્યુ કે, અમે આતંકવાદી હુમલાની ઘટનાથી ચિંતિત અને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ.
આ ઉપરાંત કોનો તારોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે નિવેદન આપતા કહ્યુ કે, બન્ને દેશોએ સાથે મળીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ. એવુ નથી કે, માત્ર જાપાને પાકિસ્તાનને ફટકાર લગાવી હોય. આ પહેલા અમેરિકા અને ચીને પણ આતંકવાદ મુદે પાકિસ્તાનને ફટકાર લગાવી ચુક્વ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY