દીવ એરપોર્ટ પર હાઇએલર્ટ, નેવી અને કોસ્ટગાર્ડનો ચુસ્ત બંદોબસ્ત

0
10

દીવ,તા.૨૮
પુલાવામામાં થયેલા આતંકી હુમલામા ભારતના સૈનિકો શહીદ થયેલા જેના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલો કરી અનેક આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સાથે ભારતની દરિયાઈ સુરક્ષા તથા અનેક જગ્યાઓ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તેવી રીતે દીવના દરિયાઈ સીમા પર પણ નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દરિયાઈ સીમા પર પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે દીવ સીમા સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દીવના એરપોર્ટ પર હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યુ છે.
દીવ પોલીસ દ્વારા પણ દીવ શહેરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બહારથી પણ આર્મીના જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે દીવ આવી પહોંચ્યા છે. પાકિસ્તાન દીવ દરિયાઈ સીમાંથી નજીક હોવાના કારણે સુરક્ષામાં વધારો કરાયો છે. દીવ એરપોર્ટની પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દીવમાં બંને ચેકપોસ્ટે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કડક ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. હોટલોમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દીવ માછીમારોને અને દરિયામાં ગયેલા માછીમારોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY